Surat : ગોડાદરામાં શ્રમજીવી પરિવારના ત્રણ વર્ષના બાળકનો પાણીની ટાંકીમાંથી મળી આવ્યો મૃતદેહ

|

Apr 07, 2023 | 5:05 PM

Surat News : ગુરુવારે રુદ્રના મોટા મમ્મી વહેલી સવારે 5 કલાકે ઘરની પાણીની ટાંકીમાંથી પાણી ભરવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન તે પાણીની ટાંકી ખોલતા રુદ્ર ડૂબી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો.

Surat : ગોડાદરામાં શ્રમજીવી પરિવારના ત્રણ વર્ષના બાળકનો પાણીની ટાંકીમાંથી મળી આવ્યો મૃતદેહ

Follow us on

સુરતમાં ગોડાદરામાં રહેતા અને પાણીપુરીની લારી ચલાવતા શ્રમજીવી પરિવારનો 3 વર્ષનો બાળક બુધવારે સાંજે ગુમ થઈ ગયો હતો. જો કે ગુરુવારે વહેલી સવારે ઘરની જ પાણીની ટાંકીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવાર તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો, બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો-Ahmedabad : પ્રેમ સંબંધમાં યુવકે કર્યો આપઘાત, મરતા પહેલા બનાવ્યો Video, જાણો શું હતી ઘટના

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

ઘરનો વીજપુરવઠો બંધ થઈ ગયા બાદ બાળક થયો હતો ગુમ

સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક 3 વર્ષીય બાળકનું પાણીની ટાંકીમાં ડૂબી જતા મોત થયું છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના વતની અને ગોડાદરા વિસ્તારમાં આવેલા કલ્પના સોસાયટી ખાતે રહેતા સંતોષભાઈ બગેલ પાણીપુરીની લારી ચલાવીને પત્ની સહિત બે પુત્રનું ભરણપોષણ કરી રહ્યા હતા. જે સંતાનો પૈકી ૩ વર્ષીય પુત્ર રાજ ઉર્ફે રુદ્ર બુધવારે સાંજના સમયે તેમના ઘરનો વીજપુરવઠો બંધ થઈ ગયા બાદ ગુમ થઈ ગયો હતો. થોડો સમય વિત્યા બાદ પણ રુદ્ર મળી ન આવતા પરિવારજનો માનસિક તણાવમાં આવી ગયા હતા. પરિવારજનોએ રુદ્રની શોધખોળ કરતા તેની કોઈ ભાળ મળી ન હતી.

પાણીની ટાંકીમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો

ગુરુવારે રુદ્રના મોટા મમ્મી વહેલી સવારે 5 કલાકે ઘરની પાણીની ટાંકીમાંથી પાણી ભરવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન તે પાણીની ટાંકી ખોલતા રુદ્ર ડૂબી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ ઘટનાની જાણ પરિવારને કરતા તેને સારવાર માટે તેમના મોટા પપ્પા તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં રુદ્રને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રુદ્રનું પાણીની ટાંકીમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું રહ્યું છે. હાલના સમગ્ર બનાવને પગલે પોલીસે વધુની તપાસ શરૂ કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article