ગુજરાતમાં બનેલી જુથ અથડામણની ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં, DCP અને ACPએ રાત્રિ માર્કેટમાં ફુટ પેટ્રોલિંગ કર્યું

|

Apr 12, 2022 | 4:28 PM

સુરતના (Surat) ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિવિધ વિસ્તારમાં જઈ ત્યાંના સ્થાનિક આગેવાનો સાથે વાતચીત કરવામાં આવી. તેમજ આ વિસ્તારની અંદર અસામાજિક તત્વોનો આતંક અથવા તો કોઈ લોકોને મુશ્કેલી હોય કે કોઈ પરેશાની હોય તે બાબતે જણાવવા કહેવામાં આવ્યુ.

ગુજરાતમાં બનેલી જુથ અથડામણની ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં, DCP અને ACPએ રાત્રિ માર્કેટમાં ફુટ પેટ્રોલિંગ  કર્યું
Surat DCP and ACP patrolled the night market

Follow us on

ગુજરાતમાં રામનવમીના દિવસે ખંભાત અને હિંમતનગરમાં નીકળેલી શોભાયાત્રા ઉપર પથ્થરમારાની ઘટનાઓ બની હતી. હિંમતનગરમાં ગઇકાલે રાત્રે પણ વાતાવરણ તંગ બન્યુ હતુ. ત્યારે આવી અજંપાભરી સ્થિતિને ધ્યાને રાખીને ગૃહ વિભાગે ગુજરાત (Gujarat) રાજ્યના તમામ શહેરો અને જિલ્લાની પોલીસને (Police)એલર્ટ આપ્યુ છે. ત્યારે સુરત (Surat) શહેરમાં ગુજરાતની ઘટનાઓને ગંભીરતાથી લઇને કેટલાક વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી. પોલીસ દ્વારા અસામાજીક તત્વો કોઇ ઉશ્કેરણીજનક વાતાવરણ ન બનાવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા.

હાલમાં રમઝાન મહિનો ચાલી રહ્યો છે, ત્યારે મુસ્લિમ સમુદાયના લોકો શાંતિપૂર્ણ રમજાન મહિનાની ઉજવણી કરી શકે તે માટે સુરત પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે. ખાસ કરીને ભાગળ, રાંદેર, ,લિંબાયત, ડીંડોલી, ગોડાદરા વિસ્તારની અંદર પોલીસે પેટ્રોલિંગ વધાર્યુ છે. અલગ અલગ ડિવિઝનના ડીસીપી અને એનસીપી દ્વારા શહેરના જે વિસ્તારોમાં રાત્રિના સમયે બજાર ભરાય છે. ત્યાં પૅટ્રોલિંગ કરવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે. તે અનુસંધાને ડીસીપી કક્ષાના અધિકારીઓ પોલીસના માણસો સાથે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિવિધ વિસ્તારમાં જઈ ત્યાંના સ્થાનિક આગેવાનો સાથે વાતચીત કરવામાં આવી. તેમજ આ વિસ્તારની અંદર અસામાજિક તત્વોનો આતંક અથવા તો કોઈ લોકોને મુશ્કેલી હોય કે કોઈ પરેશાની હોય તે બાબતે જણાવવા કહેવામાં આવ્યુ. લોકોને શાંતિરુપ માહોલ બની રહે તે માટે પોલીસને પુરતો સહયોગ આપવા પણ અપીલ કરવામાં આવી.

મહત્વનું છે કે આણંદના ખંભાતમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. રામ નવમી નિમિતે નીકળેલી શોભાયાત્રાના વાહનો પર પથ્થરમારો થયો હતો. જુથ અથડામણમાં એક આધેડ વ્યક્તિનું મૃત્યુ થયું છે તો સાબરકાંઠાના હિંમતનગરમાં રામનવમીના નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર આસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. તો હિંમતનગરમાં ગઇકાલે રાત્રે ફરી તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. હિંમતનગર ના વણઝારા વાસમાં રાત્રિ દરમિયાન ઘર્ષણની ઘટના બની છે.

આ પણ વાંચોઃ IPL 2022 : હૈદરાબાદના ફિલ્ડરે વીજળી જેવી ઝડપ બતાવી, એક હાથે પકડ્યો શુભમન ગિલનો કેચ, જુઓ વીડિયો

આ પણ વાંચોઃ  અમદાવાદ : 130થી વધુ લોકોને સસ્તી વસ્તુ ઓનલાઇન મંગાવી આપવાના બહાને છેતરપિંડી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Next Article