Surat : કતાર ગામમાં ફુડ પોઇઝનિંગની ઘટના બાદ આરોગ્ય વિભાગે બોલાવ્યો સપાટો, 62 એકમોમાં ચેકિંગ હાથ ધરી 46ને નોટિસ ફટકારી,16ને સીલ કરી

|

May 29, 2022 | 1:10 PM

સુરત (Surat) મનપાની વિવિધ ટીમો દ્વારા શહેરભરમાં લગ્ન પ્રસંગ દરમિયાન કેટરર્સ દ્વારા બનાવવામાં આવેલા ખાદ્ય પદાર્થોના સેમ્પલ એકત્ર કરવામાં આવી રહ્યા છે.

Surat : કતાર ગામમાં ફુડ પોઇઝનિંગની ઘટના બાદ આરોગ્ય વિભાગે બોલાવ્યો સપાટો, 62 એકમોમાં ચેકિંગ હાથ ધરી 46ને નોટિસ ફટકારી,16ને સીલ કરી
સુરત કોર્પોરેશનના આરોગ્ય વિભાગે કરી કાર્યવાહી

Follow us on

સુરતના (Surat) કતારગામમાં 500થી વધુ લોકોને થયેલા ફુડ પોઇઝનિંગની (Food poisoning) ઘટના બાદ અંતે સુરત મહાનગરપાલિકાનું (SMC) આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યુ છે. આરોગ્ય વિભાગ (health department) દ્વારા વિવિધ એકમોમાં તપાસની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જો કે તપાસ દરમિયાન ક્ષતિ જણાઇ આવતા આરોગ્ય વિભાગ દ્વારા 46 સંસ્થાઓને નોટીસ ફટકારવામાં આવી હતી. જયારે 16 સંસ્થાઓ લાયસન્સ વગર ચાલતી હોવાનું જણાઇ આવતા સંસ્થાઓ બંધ કરાવી દેવામાં આવી હતી. 14 જેટલા સેમ્પલ એકત્ર કરી મનપા દ્વારા તપાસ માટે મનપાની લેબમાં મોકલાયા હતા.

કતારગામના મોટીવેડ વિસ્તારમાં આવેલી નિત્યાનંદ ફાર્મમાં લગ્ન પ્રસંગ દરમિયાન ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થ પીરસાઇ ગયો હોય લગ્નના બીજા દિવસે 200 થી વધુ લોકોને ફુડ પોઇઝનિગની અસર થઇ હતી. જે પૈકી 46 લોકોને અસર થતા તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલોમાં દાખલ ક૨વામાં આવ્યા હતા. મનપાના આરોગ્ય વિભાગને જાણ થતા આરોગ્ય વિભાગની ટીમ જે સોસાયટીમાં પ્રસંગ હતો ત્યા દોડી ગઇ હતી અને લગ્ન પ્રસંગે હાજર રહેલા તમામ લોકોનું મેડીકલ ટેસ્ટ કર્યું હતું. આ ઉપરાંત કેટરર્સના ગોડાઉન પર દરોડા પાડીને ગોડાઉન સીલ કરી દેવાયું હતું.

સદનસીબે અનિચ્છનિય બનાવ નહી બનતા મોટી હોનારત થતા અટકી હતી. પરંતુ ફરીવાર આવી ઘટના નહી બને તે માટે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપાની વિવિધ ટીમો દ્વારા શહેરભરમાં લગ્ન પ્રસંગ દરમિયાન કેટરર્સ દ્વારા બનાવવામાં આવેલા ખાદ્ય પદાર્થોના સેમ્પલ એકત્ર કરવામાં આવી રહ્યા છે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

શનિવારે મનપા દ્વારા કુલ 62 સંસ્થાઓને ત્યા આકસ્મકિ ચેકીંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન 46 સંસ્થાઓમાં આરોગ્યલક્ષી ખામીઓ જણાઇ આવતા મનપા દ્વારા તમામ સંસ્થાઓને નોટીસ ફટકારવામાં આવી છે.

આ સંસ્થાઓને સીલ કરવામાં આવી

ક્રિષ્ણા કેટરર્સ, મહાદેવ નગર, ગોડાદરા અમન કેટરર્સ,ખોડીયાર નગર, ગોડાદરા શ્રી અંબાજી કેટરર્સ, મહાપ્રભુનગર, લિંબાયત રામદેવ કેટરર્સ, ભાજીવાળી એસ્ટેટ, મીનબજાર પાટીદાર સ્વીટસ એન્ડ નમકીન, નિરંજાનદ પેલેસ, એ.કે.રોડ ખોડીયાર કેટરર્સ, દિનદળાય સોસાયટી, પાલનપુર રોડ બાલાજી કેટરર્સ, જય અંબે ગ્રુપ સોસા, બમરોલી સાગર કેટરીગ, ગણેશપાર્ક સોસા, સીગણપોર શ્રી ગણેશ કેટરીગ સર્વિસ, ગણેશપાર્ક, સીગણપોર હોટ પ્લેટ ફૂડ મેનેજમેન્ટ સર્વિસ , હળપતિવાસ ભરથાણા માંતગી કેટરર્સ, સંકલ્પ રેસીડન્સી, કોસાડ પવન સ્વીટ એન્ડ કેટરર્સ, હરી ક્રષ્ણિા કોમ્પ્લેક્ષ, મોટાવરાછા રાધિકા કેટરર્સ, સાંઇનાથ પેલેસ, એલ.એચ.રોડ ખેતેશ્વર કેટરર્સ, હળપતિ કોલોની, ડુંભાલ જનતા કેટરર્સ, નુરાની મંઝિલ, સગરામપુરા પંડયા કેટરર્સ, હરીઓમ નગર, કતારગામ.

Next Article