રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પોલીસના જવાનો અને અધિકારીઓને નાગરિકો સાથે માનવીય વર્તન કરવા ટકોર કરી. રાજ્યના પોલીસ સ્ટેશનમાં મોબાઈલ, વાહન ચોરી કે પાસપોર્ટ માટે આવતા લોકોના કામ ઝડપથી થાય. નાગરિકોનો સમય ન બગડે અને નાગરિકો સાથે યોગ્ય વર્તન થાય તે જરૂરી છે. આ નાગરિકોની અરજી અને ફરિયાદ શાંતિથી ન સાંભળતા જવાનો કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ (Police Officers) સામે કડક પગલા લેવાશે. જો ઉચ્ચ અધિકારીઓ સામે ફરિયાદ મળશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સુરતમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા દરમિયાન ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓને વાતવાતમાં એક ટકોર કરી હતી. તેમણે ગુજરાતના કોઈ નાગરિકોની સમસ્યા કે ફરિયાદ ગૃહવિભાગને મળશે તો તાત્કાલિક તેને ગંભીરતાથી લેવામાં આવશે તેમ જણાવ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે પછી આ અંગે તપાસ કરી અને કાર્યવાહી પણ કરવામાં આવશે. આ ફરિયાદ ભલે ગુજરાતના કોઈ પણ ઉચ્ચ અધિકારી અંગે હોય તો તેને પણ છોડવામાં નહીં આવે. તેમણે વાત વાતમાં પોલીસ અધિકારીઓની ભુલ હશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવાની વાત કહી હતી.
હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ખાસ કરીને નાગરિકોને નાની-નાની વાતોને લઈને કોઈ સમસ્યા ઊભી ન થાય તેનું ધ્યાન રાખવુ જોઈએ. તેમણે જણાવ્યુ હતુ કે નાગરિકોની અરજી, ફરિયાદ શાંતિથી સાંભળવી જોઈએ. નાગરિકો સાથે યોગ્ય વર્તન થાય તેની કાળજી લેવા પણ હર્ષ સંઘવીએ સૂચન કર્યુ હતુ.
સુરત પોલીસ દ્વારા આજે ગુજરાતમાં પ્રથમ વખત કારકિર્દી પ્રેરણા કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યુ છે. જેના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને આ ટકોર કરી હતી. હર્ષ સંઘવી દ્વારા સુરત શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 1:31 pm, Fri, 8 April 22