Breaking News : ‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતના વેલંજાની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી, લોબીમાં બેસીને પરીક્ષા આપતા બાળકો

“ભણે ગુજરાત” જેવી સરકારની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાના દાવાઓ વચ્ચે સુરતમાં વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે.

Breaking News : ‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતના વેલંજાની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી, લોબીમાં બેસીને પરીક્ષા આપતા બાળકો
Students in Surat school face trouble amid claims of Bhane Gujarat
| Updated on: Feb 12, 2026 | 9:09 PM

“ભણે ગુજરાત” જેવા શિક્ષણ ક્ષેત્રના સરકારના દાવાઓ વચ્ચે સુરતમાંથી વિપરીત ચિત્ર સામે આવ્યું છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે તંત્રની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુદ્દો સુરતના વેલંજાની સરકારી શાળાનો છે, જ્યાંની પરિસ્થિતિ અંગે રાજકીય વિવાદ ઊભો થયો છે.

વેલંજાની શાળાના દ્રશ્યોમાં વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉપલબ્ધ રૂમોની સંખ્યા સામે વિદ્યાર્થીઓ વધુ હોવાથી અનેક વિદ્યાર્થીઓને લોબીમાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. આ મામલે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય અને AAP નેતા રાકેશ હિરપરાએ તંત્ર પર લાલિયાવાડીનો આરોપ મૂક્યો છે. તેમનું કહેવું છે કે યોગ્ય આયોજનના અભાવે વિદ્યાર્થીઓને મુશ્કેલી ભોગવવી પડી રહી છે.

આંકડાઓ મુજબ શાળામાં ધોરણ 1થી 5માં 639 અને ધોરણ 6થી 8માં 397 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જગ્યા ઓછી હોવાને કારણે હાલ બે પાળીમાં અભ્યાસ ચાલી રહ્યો છે. સાથે જ શાળાનું મકાન જર્જરિત હાલતમાં હોવાના આક્ષેપો પણ થયા છે, જે સુરક્ષાના દ્રષ્ટિકોણથી ચિંતાજનક માનવામાં આવી રહ્યું છે. આવી પરિસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હોવાની વાત પણ સામે આવી છે.

રાકેશ હિરપરાનો વધુ આરોપ છે કે શાળાનું નવું મકાન તૈયાર હોવા છતાં તેનું ઉદ્ઘાટન કરવામાં વિલંબ થઈ રહ્યો છે. તેમના મતે, નવી ઇમારતનો ઉપયોગ શરૂ થાય તો વિદ્યાર્થીઓની સમસ્યા દૂર થઈ શકે. તેમણે આક્ષેપ કર્યો છે કે ઉદ્ઘાટન મુદ્દે રાજકીય કારણોસર વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓને અનાવશ્યક હાલાકી ભોગવવી પડી રહી છે.

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે.વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો