
સુરત (Surat) શહેરમાં સતત વધતા જતા ગુનાને લઈને અને પાંડેસરા વિસ્તારમાં ગુના (crime) ની ફરિયાદને લઈ સુરત પોલીસ (Police) દ્વારા આજ રોજ યુવાનો ગુનાખોરીથી દૂર રહે તેના માટે પાંડેસરાના નાગરીકો સાથે એક અનોખી દોડ (Run) નું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ સુરતના પોલીસ કમિશનર અજય કુમાર તોમર સહિત ડી.સી.પી થી લઈ પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓએ પોતે પણ દોડ દોડી હતી. સાથે જ નાના બાળકો યુવાનો મહિલા સહિત વૃધ્ધોએ પણ આ દોડમાં ભાગ લીધો હતો. તમામ સાથે દોડીને એક મેસેજ આપ્યો હતો કે ચાકુ, છરી, હથિયાર, વ્યસન છોડીને લોકો સ્પોર્ટમાં રસ લે અને પાંડેસરા સહિત સુરત શહેરને ગુનાખોરી મુક્ત બનાવવાના સંકલ્પથી આ દોડ દોવામાં આવી હતી આ દોડ પૂરી થયા બાદ અલગ અલગ કેટેગરીના દોડમાં વિજેતા થયેલા સ્પર્ધકોને ઇનામ પણ આપવામાં આવ્યા હતાં. સાથે જ દોડમાં પ્રથમ અવનાર યુવાન બેકાર હોઈ તેને પોલીસ કમિશનર અજય કુમાર તોમરે નોકરી આપવાનની ખાતરી પણ આપી હતી.
આમ ગુજરાતી અંદર સૌથી પ્રથમ વખત સુરત પોલીસે આ અભિયાન ઉપાડ્યું હતું કે લોકોના સંપર્કમાં કઈ રીતે પોલીસ રહી શકે તેને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર આજે ઉંમર દ્વારા ગૃહમંત્રીના આદેશ મુજબ અલગ અલગ વિસ્તારોની અંદર રાત્રિના સમયે અને વહેલી સવારે પેટ્રોલિંગ કરતા હોય છે અને લોક દરબાર યોજના ચાલુ છે સાથે ક્યારેક સુરત પોલીસના ઝોન વાઇસ વિસ્તારની અંદર પોલીસ કમિશનર અધિકારીઓ સાથે સાયકલિંગની અંદર નીકળે અને તેમની સ્થાનિક લોકો સાથે તેમની સમસ્યાઓ અને પ્રશ્નો બાબતે ચર્ચા કરતા હોય છે અને તે ચર્ચાના આધારે અધિકારી સાથે મીટીંગ કરી અને તેના નિકાલ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવતી હોય છે.
વધુમાં વહેલી સવારે લોકો જોગર્સ પાર્ટીની અંદર ભેગા થતા હોય છે અને એક જ જગ્યાએ અલગ અલગ વિસ્તારમાંથી આવતા લોકો કસરત કરવા અથવા તો ચાલવા આવતા હોય તે લોકોને પણ મળવાનું શરૂ કર્યું છે તેના કારણે અલગ અલગ વિસ્તારની અંદર કઈ રીતની પ્રક્રિયાઓ ગુનાખોરી ચાલી રહી છે તેની લોકો પાસેથી માહિતી મેળવી અને તેને ડામવા માટે પોલીસ સતત સક્રિય રહેતી હોય છે.