ઓમિક્રોન સામે સતર્ક સુરત: સ્મિમેર હોસ્પિટલમાં પણ 100 બેડનો અલાયદો વોર્ડ શરૂ કરાયો

Surat: સુરતમાં ઓમિક્રોનની ચિંતાને પગલે સ્મિમેર હોસ્પિટલમાં 100 બેડનો અલગ વોર્ડ શરૂ કરાયો છે. તો ઓમિક્રોનને લઈને તંત્ર સતર્ક બન્યું છે.

ઓમિક્રોન સામે સતર્ક સુરત: સ્મિમેર હોસ્પિટલમાં પણ 100 બેડનો અલાયદો વોર્ડ શરૂ કરાયો
A separate 100-bed ward is started at SMIMER Hospital following Omicron's concerns in Surat
Parul Mahadik

| Edited By: Gautam Prajapati

Dec 20, 2021 | 3:58 PM

Surat: સુરત શહેરમાં કોરોના વાયરસના (Corona) ઓમિક્રોન (Omicron) વેરિયેન્ટના કેસો નોંધાયા બાદ વહીવટી તંત્રમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આરોગ્ય વિભાગ દ્વારા ઓમિક્રોન વેરિયેન્ટના દર્દીઓના સંપર્કમાં આવેલા તમામ નાગરિકોના પણ આરટી પીસીઆર ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે અને નાગરિકોને પણ હવે વધુ સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે.

બીજી તરફ રાજ્ય સરકારની ગાઈડ લાઈનને પગલે વધુ એક વખત સ્મીમેર હોસ્પિટલમાં ઓમિક્રોન વેરિયેન્ટના લક્ષણ ધરાવતાં દર્દીઓ માટે અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. આ અગાઉ સિવિલ હોસ્પિટલમાં પણ ઓમિક્રોન વોર્ડનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

હાલ કેન્યાથી પરત ફરેલા અને ઓમિક્રોન વેરિયેન્ટના શંકાસ્પદ લક્ષણો ધરાવતાં એક નાગરિકને સ્મીમેર હોસ્પિટલના અલાયદા વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે.

દેશભરમાં ઓમિક્રોન વાયરસના સતત વધી રહેલા કેસો વચ્ચે સુરત શહેરમાં પણ અત્યાર સુધી ત્રણ નાગરિકો ઓમિક્રોન વેરિયેન્ટના સંક્રમણનો ભોગ બની ચુક્યા છે. જે પૈકી દુબઈથી પરત ફરેલ ફેશન ડિઝાઈનર મહિલાને હાલ ખાનગી હોસ્પિટલમાં, જ્યારે નૈરોબીથી પરત ફરેલા વ્યક્તિને હાલ સ્મીમેર હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા ઓમિક્રોન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે.

ઓમિક્રોન વેરિયેન્ટમાં સંક્રમણનો રેશિયો ડેલ્ટા કરતાં ખુબ જ તીવ્ર હોવાને કારણે મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ કોઈ કસર છોડવામાં આવી રહી નથી. ઓમિક્રોન વેરિયેન્ટનો ભોગ બનનારા દર્દીના પરિવારજનો સહિત સંપર્કમાં આવેલા તમામ નાગરિકોના પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે હાલ સુરત શહેરના નાગરિકોને પણ આરોગ્ય વિભાગ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિત કોવિડ-19ની ગાઈડ લાઈનનું અચુક પાલન કરવા માટે પણ વિનંતી કરવામાં આવી રહી છે.

ઓમિક્રોન વેરિયેન્ટની ઘાતકતાને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં અને મહાનગર પાલિકા દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં અલાયદા વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત હાલ સ્મીમેર હોસ્પિટલમાં 100 બેડનો અલાયદો ઓમિક્રોન વોર્ડ શરૂ થઈ ચુક્યા છે અને હાલ એક દર્દીને સારવાર પણ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Surat: ટ્રેનમાં મહિલા અને તેના પતિ સાથે કરી હતી મારપીટ, LCB એ ગણતરીના કલાકોમાં જ 4 ને પકડી પાડ્યા

આ પણ વાંચો: Vibrant Gujarat Global Summit-2022 : નિકાસ પ્રેરિત વિકાસ’’ અર્થ વ્યવસ્થાને મજબૂત બનાવે છે : મુખ્યમંત્રી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati