Surat: સુરતમાં ઈચ્છાપોર પોલીસે 5 બોગસ ડોક્ટર ઝડપી પાડ્યા, જુઓ Video

સુરતમાં ઈચ્છાપોર પોલીસે 5 બોગસ ડોક્ટર ઝડપી પાડ્યા છે. ઇચ્છાપોર પોલીસે અલગ અલગ જગ્યાએથી આ બોગસ ડોક્ટરોને ઝડપી પડ્યા છે. પોલીસે અલગ અલગ દવાઓનો જથ્થો પણ જપ્ત કર્યો છે. ગોવિંદા હલદાર, રમેશ મંડલ, ધીમન બિસ્વાસ, લક્ષ્મણ સરકાર અને કિશોર પટેલ નામના ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

| Edited By: | Updated on: Oct 05, 2023 | 1:30 PM

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં નકલી તબીબ બની લોકોનો ઈલાજ કરનાર મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા. એક નહીં બે નહીં પરંતુ પાંચ પાંચ જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ પાંચ બોગસ ડોકટરો દ્વારા છેલ્લા એક વર્ષથી વધુના સમયથી લોકોનો ઈલાજ કરવામાં આવતો હતો. આ બોગસ ડોક્ટરો દ્વારા દર્દીઓને દવા આપવામાં આવતી હતી. સાથો સાથ બાટલા ચઢાવવા સુધીની કામગીરી કરતા હતા. પરંતુ હવે ઈચ્છાપોર પોલીસે આ પાંચેય આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે.

સુરતના ઈચ્છાપોર પોલીસને છેલ્લા કેટલાય સમયથી ફરિયાદ મળી હતી કે શહેરના છેવાડા વિસ્તારમાં આવેલ મોરા ગામમાં કેટલાક ઈસમો પોતાની પાસે ડિગ્રી ના હોવા છતાં લોકોનો ઈલાજ કરી રહી છે. જે બાબત ગંભીરતા છે ત્યારે આ આધારે ઇચ્છાપોર પોલીસે વોચ ગોઠવી હતી અને ત્યાં બાતમીના આધારે ઇચ્છપોર પોલીસે મોરા ગામના અલગ અલગ વિસ્તારોમાં એકી સાથે પાંચ જગ્યાએ દરોડા પાડ્યા હતા.

દરોડા પડતાં સ્થળ પર હાજર ડોક્ટરો પાસે ડિગ્રીના પુરાવા માગવામાં આવ્યા. જો કે તેમની પાસે કોઈપણ પ્રકારની તબીબી ડીગ્રી ન હતી. જેથી પોલીસે આવા બોગસ પાંચેય તબીબોની ધરપકડ કરી હતી અને પોલીસ સ્ટેશન ખાતે લાવામાં આવ્યા હતા.

આમ પોલીસ દ્વારા રેડ કરતા અલગ અલગ ક્લિનિક માંથી મસ મોટો દવાનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો હતો.વધુના પોલીસ પુછપરછમાં તેઓએ પોતાનું નામ ગોવિંદા હલદાર, રમેશ મંડલ, ધીમન બિસ્વાસ, લક્ષ્મણ સરકાર અને કિશોર પટેલ જણાવ્યું હતું. વધુ પૂછપરછ દરમિયાન તેઓએ કબુલાત કર્યું હતું કે તેઓની પાસે તબીબ અંગે કોઈપણ પ્રકારની ડીગ્રી નથી તેમ છતાં જ તેઓ છેલ્લા એક વર્ષથી આ વિસ્તારમાં તબિબ તરીકે સેવા આપતા હતા.

આ તબીબ પાસે જે પણ દર્દી આવે તેમને દવા, ઇન્જેક્શન પણ આપતા હતા આ ઉપરાંત કેટલાક દર્દીઓને તો બાટલા સુદ્ધા ચઢાવવામાં આવતા હતા. હાલ તો સમગ્ર બનાવને લઈને ઈચ્છાપોર પોલીસે આ પાંચે આરોપીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Surat: અડાજણ ગુજરાત ગેસ સર્કલ નજીક પડ્યો મસમોટો ભૂવો, માટી અને પથ્થર નાખીને ફક્ત સમારકામનો SMCનો દેખાડો, જુઓ Video

લોકો ડોક્ટરને ભગવાન તરીકે માનતા હોય છે પણ કેટલાક લે ભાગુ ઈસમો શોર્ટકટમાં રૂપિયા કમાવવા માટે ડિગ્રી વગર નાના નાના ગામડાઓ એટલે કે સ્લમ વિસ્તાર હોય તેવા વિસ્તારોની અંદર ક્લિનિક ખોલી દેતા હોય છે બાદમાં લોકોને સારવાર કરતા હોય છે. આમ ઈચ્છાપોર પોલીસે એક નહીં પણ પાંચ બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:49 pm, Wed, 4 October 23