Surat : VNSGU હવે વિદ્યાર્થીઓને સારી ક્વોલિટીની સ્પેશ્યલ ફોલ્ડરમાં ડિગ્રી આપશે, 600 રૂપિયા લેશે ચાર્જ

|

Nov 13, 2021 | 5:25 PM

વિદ્યાર્થી જો યુનિવર્સિટી આવીને ડિગ્રી મેળવશે તો રૂ. 400 અને કુરિયરથી ઘર બેઠા ડિગ્રી મંગાવશે તો રૂ. 600 વીમા સહિતનો ચાર્જ ચૂકવવાનો રહેશે. આ ચાર્જ કોન્વોકેશનની ફી સ્વરૂપે જ લેવાશે.

Surat : VNSGU હવે વિદ્યાર્થીઓને સારી ક્વોલિટીની સ્પેશ્યલ ફોલ્ડરમાં ડિગ્રી આપશે, 600 રૂપિયા લેશે ચાર્જ
Surat

Follow us on

હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન કોલેજોના(VNSGU) વિદ્યાર્થીઓ જો ઘર બેઠા ડિગ્રી(Degree) મંગાવશે તો તેઓએ રૂ. 600 ચૂકવવા પડશે. જોકે આ રૂપિયા ચુકવતા હવે સારી ક્વોલિટીની સાથે ફોટો ફ્રેમ અને સ્પેશ્યિલ ફોલ્ડરમાં ડિગ્રી અપાશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની સિન્ડિકેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વખતે અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓને સારી ક્વોલિટીની તેમજ ફોટો ફ્રેમ અને સ્પેશ્યિલ ફોલ્ડરમાં ડિગ્રી એનાયત કરવામાં આવશે.

જેથી વિદ્યાર્થી જો યુનિવર્સિટી આવીને ડિગ્રી મેળવશે તો રૂ. 400 અને કુરિયરથી ઘર બેઠા ડિગ્રી મંગાવશે તો રૂ. 600 વીમા સહિતનો ચાર્જ ચૂકવવાનો રહેશે. જો કે, આ ચાર્જ કોન્વોકેશનની ફી સ્વરૂપે જ લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા કુરિયરથી વિદ્યાર્થીઓ જો ડિગ્રી ઘર બેઠા મંગાવે તો રૂ. 225 ફી લેવાતી હતી.

હવે આ ચાર્જની સામે સાઉથ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ફોટો ફ્રેમ તેમજ સ્પેશ્યિલ ફોલ્ડરમાં ડિગ્રી આપશે. જેથી વિદ્યાર્થીઓની ડિગ્રી લાંબા સમય સુધી સચવાઈ રહેશે. એટલું જ નહીં, કોઇ પણ ઇન્ટરવ્યૂ કે પછી એડમિશન મેળવવા માટે જશે તો વિદ્યાર્થીઓની અલગ જ ઓળખ પણ ઉભી થશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

છેલ્લા 10 કોન્વોકેશનમાં કુલ 1.42 લાખ છાત્રોએ કુરિયરથી ડિગ્રી મંગાવી
યુનિવર્સિટી દ્વારા દર વર્ષે બે કોન્વોકેશન યોજાય છે. જેમાં ફેબ્રુઆરી મહિનામાં મુખ્ય કોન્વોકેશન અને ઓગસ્ટ મહિનામાં ખાસ કોન્વોકેશન યોજાતો હોય છે. તેવામાં જ છેલ્લા પાંચ વર્ષમાં યુનિવર્સીટીના દસ કોન્વોકેશન યોજાયા છે. જેમાં 1,82,066 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી  હતી. જેમાંથી 141709 વિદ્યાર્થીઓએ ઘર બેઠા કુરિયરથી અને 40357 વિદ્યાર્થીઓએ કોન્વોકેશનમાં પ્રત્યક્ષ રીતે હાજર રહીને ડિગ્રી મેળવી છે.

કયા કોન્વોકેશનમાં કેટલા વિદ્યાર્થીઓએ કઈ રીતે ડિગ્રી મેળવી
કોન્વોકેશન          કુલ ડિગ્રી                  કુરિયરથી            હાજર રહ્યા
48 એન્યુઅલ       31,810                        23,122              8,688
48 સ્પેશ્યિલ          3,135                         2,648                 487
49 એન્યુઅલ       28,736                      20,478              8,285
49 સ્પેશ્યિલ        5,298                          4,428                 870
50 એન્યુઅલ       32,102                        21,896           10,206
50 સ્પેશ્યિલ         3,710                          3,069                641
51 એન્યુઅલ        32,330                      21,493             10,837
51 સ્પેશ્યિલ           3,682                      3,657                    25
52 એન્યુઅલ        36,614                  36,340                    274
52 સ્પેશ્યિલ        4,622                      4,578                      44

આમ, હવે કુરિયરથી ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને હવે એક ફાયદો એ થશે કે ઘરે બેસીને ડિગ્રી મેળવવી ભલે મોંઘી પડશે, પણ તે સારી ક્વોલિટીની ફોટો ફ્રેમ અને સ્પેશ્યલ ફોલ્ડરમાં ઉપલબ્ધ થશે. જોવાનું એ રહેશે કે યુનિવર્સીટીના આ પ્રયાસને વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવવા માટે કેવો પ્રતિસાદ આપે છે.

આ પણ વાંચો : સુરતમાં પોલીસે ડ્રગ્સ પ્રોસેસિંગની આખી લેબ પકડી પાડી, ભાવનગરના એક શખ્સની ધરપકડ, જાણો કેવી રીતે બનાવતો હતો ડ્રગ્સ

આ પણ વાંચો : SURAT : ડ્રગ્સ કેસમાં SOGને મળી મોટી સફળતા, રાંદેર MD ડ્રગ્સ હેરાફેરી કેસમાં ફરાર મુખ્ય આરોપી ઝડપાયો

Next Article