Surat: હોસ્પિટલમાં સફાઈ કર્મચારીની બેફામ દારૂ પાર્ટી, વિડીયો વાયરલ થતા સ્મીમેર હોસ્પિટલ આવી વિવાદમાં

Surat: હોસ્પિટલમાં સફાઈ કર્મચારીની બેફામ દારૂ પાર્ટી, વિડીયો વાયરલ થતા સ્મીમેર હોસ્પિટલ આવી વિવાદમાં

| Edited By: | Updated on: Oct 31, 2021 | 12:23 PM

Surat: એક દારુ મહેફિલનો વિડીયો વાયરલ થતા સુરત પાલિકાની હોસ્પિટલ સ્મીમેર ચર્ચામાં આવી છે. કહેવાઈ રહ્યું છે કે આ વિડીયો સ્મીમેરનો છે.

Surat: સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરા થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો સુરતનો છે. ચોંકાવનારી વાત એ છે કે વિડીયોમાં હોસ્પિટલમાં નબીરાઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે. વિડીયોને લઈને કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલનો છે. જેના કારણે હવે હોસ્પિટલ વિવાદમાં આવી છે. જોવા મળી રહ્યું છે કે હોસ્પિટલના સફાઈ કર્મચારી દારૂની મહેફિલ માણી રહ્યા છે. વિડીયો વાયરલ થતા વિવાદ વધ્યો છે. વિડીયો સામે આવતા હોસ્પિટલના સત્તાધીશોએ તપાસ શરૂ કરી છે.

જણાવી દઈએ કે Tv9 આ વીડિયોની પુષ્ટિ નથી કરતું. આ વિડીયોને લઈને પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી હોવાના અહેવાલ છે. જો કે ખાનગી સંસ્થાના અહેવાલ અનુસાર વિડીયોમાં જોવા મળતો વ્યક્તિ મસ્કતી હોસ્પિટલમાંથી સ્મીમેર હોસ્પિટલમાં મુકાયેલ હતા. બે વ્યક્તિમાં એક કમલેશ અને ગોવિંદ નામના વોર્ડબોય હોવાના અહેવાલ છે. ત્યારે એક વોર્ડ બોય ઓર્થોપેડિક વિભાગમાં તેમજ એક વોર્ડબોય આઈ વિભાગમાં કામ કરતો હોવાનું પણ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આ બન્ને વોર્ડ બોય દારૂનો ગ્લાસ ભરીને વોર્ડમાં જ મહેફિલ માણતા હતા. ત્યારે કોઈક દિનેશ નામનો કર્મચારી વિડીયો ઉતરતો હોવાનો ઉલ્લેખ પણ ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલમાં કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર સ્મીમેર હોસ્પિટલના ઈનચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. ઈલ્યાશ શેખે જણાવ્યું હતું કે આ બાબતે તપાસના આદેશ અપાયા છે. તપાસ માટે ૩ સભ્યોની કમિટી બનાવી કમિટીને તપાસ સોંપાઈ છે.

 

આ પણ વાંચો: T20 World Cup: વિરાટ કોહલી ચોગ્ગા લગાવવામાં પણ બની શકે છે અવ્વલ ! આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગના રેકોર્ડને તોડવાથી છે આટલો દૂર

આ પણ વાંચો: Diesel Doorstep Delivery : હવે ગુજરાતમાં ઘરે બેઠા મળશે 20 લીટર ડીઝલ, દેશની સૌથી મોટી ઓઇલ કંપનીએ શરૂ કરી સર્વિસ 

Published on: Oct 31, 2021 12:12 PM
Follow Us
Loading...
Unable to load recommendations.