Surat: સ્ટડી માટે વિદેશ જતા વિદ્યાર્થીઓ બાદ નોકરી અર્થે જતા લોકો માટે અલગ વેક્સિનેશન સ્લોટ, જાણો પ્રક્રિયા

|

Jun 16, 2021 | 4:18 PM

સુરતમાં પાલિકાએ દિવ્યાંગો માટે, વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે અલગ વેક્સિનેશન કેમ્પ રાખ્યા બાદ હવે વિદેશ નોકરી ધંધા માટે જતા લોકો માટે પણ અલગ સ્લોટ ફાળવ્યા છે.

Surat: સ્ટડી માટે વિદેશ જતા વિદ્યાર્થીઓ બાદ નોકરી અર્થે જતા લોકો માટે અલગ વેક્સિનેશન સ્લોટ, જાણો પ્રક્રિયા
વેક્સિનેશન (File Image)

Follow us on

દેશભરમાં વેક્સિનેશન કાર્યક્રમ શરુ છે. આવામાં વિદેશ જતા વિધાર્થીઓ માટે અલગથી વેક્સિનની વ્યવસ્થા કરવાના ઘણી જગ્યાના અહેવાલ આવ્યા છે. આવુજ કંઇક સુરતમાં પણ જોવા મળી રહ્યું છે.

સુરતમાં કોરોનાના કેસો ઘટતાં હવે પાલિકાએ વેક્સિનેશન પર ખૂબ ભાર મુક્યો છે. દિવ્યાંગો માટે, વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે અલગ કેમ્પ રાખ્યા બાદ હવે વિદેશ નોકરી ધંધા માટે જતા લોકો માટે પણ પાલિકાએ અલગ સ્લોટ ફાળવ્યા છે.

જી હા, સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ પર જરૂરી ડોક્યુમેન્ટ સાથે રજિસ્ટ્રેશન કરીને નોકરી ધંધા માટે વિદેશ જવા માંગતા લોકોને પ્રાથમિકતા આપીને તેમને વેકસીનેશન આપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

સુરત મનપા દ્વારા ગયા અઠવાડિયે જ વિદેશ અભ્યાસ જતા વિદ્યાર્થીઓ માટે પ્રાયોરિટીના ધોરણે વેકસીનેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં 1720 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેની સામે હાલ 716 વિદ્યાર્થીઓએ જ વેકસિન લીધી છે.

સામાન્ય લોકો માટે વેક્સિનેશનના બે ડોઝ વચ્ચે 82 દિવસનું અંતર રાખવામાં આવે છે. પરંતુ વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓ માટે 28 દિવસનું અંતર રાખવામાં આવ્યું છે. વિદેશ જતા વિદ્યાર્થીઓની જેમ વિદેશ નોકરી ધંધા કરવા માટે જતા લોકોની પણ માંગ હતી કે તેમને પણ આ વ્યવસ્થા કરી આપવામાં આવે.

વેકસીનેશનનો સ્લોટ ન મળવાથી તેમને પણ મુશ્કેલી પડી હતી. જેથી આ અંગે ફરિયાદ સુરત મનપા તંત્ર પાસે કરવામાં આવી હતી અને વિદેશ નોકરી ધંધા માટે જવા માંગતા લોકો માટે પણ અલગ સ્લોટ ફાળવવામાં આવ્યા છે.

જેમાં વેકસિન લેવા માંગતા લોકોએ કંપનીનો ઓફર લેટર, ઇન્ટરવ્યૂ લેટર, પાસપોર્ટની કોપી વગેરે અપલોડ કરવાની રહેશે. હવે આ માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરી દેવામાં આવી છે.

 

આ પણ વાંચો: ભારતના આ વિસ્તારના લોકોને સાંજ પડે પૂરી દેવામાં આવે છે જેલમાં, જાણો શું છે કારણ

આ પણ વાંચો: 5G Trial: Airtel બાદ Jio એ મુંબઈમાં શરૂ કર્યું 5G ટ્રાયલ, મળી આશ્ચર્યજનક સ્પીડ

Next Article