Gujarati NewsGujaratSurat uttar gujarat carpenter community celebrate today vishwakrama jayanti surat khate vishwakarma dada bhgwan ni jayanti ni ujavani
સુરત ખાતે ઉત્તર ગુજરાત સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા ભગવાનની જન્મ જ્યંતિની ઉજવણી કરવામાં આવી
ગુજરાતમાં તમામ સમાજો પોતાનો સમાજ આગળ વધે તે માટે અનેક પ્રયત્નો કરતા હોય છે પણ વિશ્વકર્મા દાદા ભગવાનની જન્મ જ્યંતી નિમિતે તેમના વંશ સુથાર સમાજ દ્વારા આજે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. ઉત્તર ગુજરાત સુથાર સમાજ દ્વારા પણ સુરત ખાતે ઉજવણી કરવામાં આવી હતી. TV9 Gujarati સમસ્ત પાંચ પરગણા ગજ્જર સુથાર સમાજ દ્વારા આજે વિશ્વકર્મા […]
Follow us on
ગુજરાતમાં તમામ સમાજો પોતાનો સમાજ આગળ વધે તે માટે અનેક પ્રયત્નો કરતા હોય છે પણ વિશ્વકર્મા દાદા ભગવાનની જન્મ જ્યંતી નિમિતે તેમના વંશ સુથાર સમાજ દ્વારા આજે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. ઉત્તર ગુજરાત સુથાર સમાજ દ્વારા પણ સુરત ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
સમસ્ત પાંચ પરગણા ગજ્જર સુથાર સમાજ દ્વારા આજે વિશ્વકર્મા દાદા ભગવાનની જન્મ જ્યંતી નિમિતે કામરેજ ખાતે સુરત શહેર ખાતે રહેતા સમસ્ત સુથાર સમાજના લોકો ભેગા થયા હતાં અને ઉજવણી કરી હતી. જેમાં અંદાજીત 1000થી વધુ લોકો જોડાયા હતા. જ્યારે આ કર્યક્રમ કરતાં પહેલાં ભારતના જે જવાનો શહીદ થયા તે જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમનો ઉદ્દેશ એક હતો સમાજના બાળકો અને યુવકો આગળ વધે તે હેતુથી બાળકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવા તેમજ કાર્યક્રમ સાદગીથી કર્યો હતો. આ કાર્યકમું આયોજન કામરેજ ખાતે આવેલ એક વાડીમાં કરવામાં આવ્યું હતું. ધોરણ 1થી 12 સુધી એકથી ત્રણ નંબર સુધીના વિદ્યાર્થીઓને ઇનામ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.