લાંબા સમય પછી ઉધનામાં (Udhna )પ્લેટફોર્મ તૈયાર રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ 26મીએ ઉધનામાં બનેલા નવા પ્લેટફોર્મનું(Platform ) ઉદ્ઘાટન કરશે. સુરત ઉધના રેલ્વે સ્ટેશનનું પ્લેટફોર્મ 4 અને 5 તૈયાર થઇ ચૂક્યું છે. તે દોઢ વર્ષથી બનાવવામાં આવી રહ્યું હતું. રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ(Darshna Jardosh ) 26 ફેબ્રુઆરીએ નવા પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરશે.
તમને જણાવી દઈએ કે, રેલવે રાજ્ય મંત્રીને નવા પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરવાનો સમય મળતો ના હતો. જેના કારણે નવું પ્લેટફોર્મ શરૂ થઈ રહ્યું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડિવિઝનલ રેલવે મેનેજર જીવીએલ સત્ય કુમારે બુધવારે ઉધના ખાતે નવા પ્લેટફોર્મનું નિરીક્ષણ કર્યું હતું અને ઉદ્ઘાટન સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
ઉધના ખાતે નવા પ્લેટફોર્મની સાથે સુરત રેલ્વે સ્ટેશન પર FOB અને પ્લેટફોર્મ રિનોવેશનના વિસ્તરણ કાર્યનું પણ ઉદ્ઘાટન થવાનું છે. જાન્યુઆરીમાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા આનું ઉદ્ઘાટન થવાનું હતું, પરંતુ યોજનામાં અચાનક ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે તેનું ઉદ્ઘાટન રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ કરશે. રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ ની વ્યસ્તતાને કારણે તેનું ઉદ્ઘાટન મોડું થઈ રહ્યું હતું. જોકે હવે નવું પ્લેટફોર્મ શરૂ થયા બાદ ઉધનાથી ઘણી મેલ, એક્સપ્રેસ ટ્રેનો દોડાવવાની યોજના છે.
સુરત અને ઉધના સ્ટેશન પર મુસાફરો માટે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થવાનું છે. જેમાં સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચારને એસ્કેલેટર, શેડ, લેવલ-સરફેસિંગ, કોચ ઈન્ડિકેટર, સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચારેય પ્લેટફોર્મને જોડતા ફૂટ ઓવરબ્રિજનું નવીનીકરણ અને GRP પોલીસ સ્ટેશન સુધી વિસ્તરણનો પણ સમાવેશ થાય છે.
આનાથી મુસાફરોને પ્લેટફોર્મથી સીધા બસ સ્ટેન્ડની બહારથી કનેક્ટિવિટી મળશે. ઉધના સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4-5 તૈયાર છે. પ્લેટફોર્મ પર નવા કોચ ઈન્ડિકેટર, ઘડિયાળ સહિતની અન્ય સુવિધાઓ બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત ગંગાધરા ખાતે નવા ફેટ ટર્મિનલનું પણ ઉદ્ઘાટન થવાનું છે. મુસાફરોની સુવિધાઓમાં સુરત સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4નું કાયાકલ્પ, ફૂટ ઓવરબ્રિજનું વિસ્તરણ અને ઉધના પ્લેટફોર્મ નંબર 4-5 સહિત અન્ય નાના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો :