Surat : આજે વિશ્વ એઇડ્સ દિવસ, સુરતમાં ઘટી રહી છે એઇડ્સના દર્દીઓની સંખ્યા

|

Dec 01, 2021 | 2:36 PM

સ્મીમેર હોસ્પિટલના એઆરટી સેન્ટરને હાઈ લોડ સેન્ટર કેટેગરીમાં ગુજરાતનું પ્રથમ બેસ્ટ પરફોર્મન્સમાં સ્ટાર એચીવર એવોર્ડ મળ્યો છે. જયારે અન્ય બે એવોર્ડ પણ દક્ષિણ ગુજરાતના બે અલગ અલગ કેન્દ્રોને આપવામાં આવ્યા છે.

Surat : આજે વિશ્વ એઇડ્સ દિવસ, સુરતમાં ઘટી રહી છે એઇડ્સના દર્દીઓની સંખ્યા
World AIDS Day

Follow us on

એચઆઇવીના(HIV) સંક્રમણને લઈને લોકોમાં જાગૃતતા આવે તેના માટે દર વર્ષે 1 ડિસેમ્બરે વિશ્વભરમાં વિશ્વ એઇડ્સ દિવસની(World AIDS Day ) ઉજવણી કરવામાં આવે છે. સુરતમાં એચઆઇવી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ તથા સ્મીમેર હોસ્પિટલ સહીત ત્રણ એઆરટી સેન્ટર કાર્યરત છે. સુરતમાં છેલ્લા બે વર્ષથી એઇડ્સના કેસોના આંકડામાં ઘટાડો નોંધવા પામ્યો છે. શહેરમાં હાલ એઇડ્સના 11 હજાર જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

એઈડ્સ એ હાલના યુગમાં એક સ્વાસ્થ્ય પ્રત્યેની એક મોટી સમસ્યા છે. એચઆઇવી એઇડ્સ રોગ જીવલેણ ગંભીર છે. તબીબી ભાષામાં તેને હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ તરીકે ઓળખવામાં આવે છે. જયારે સામાન્ય ભાષામાં એઇડ્સનો અર્થ એક્વાયર્ડ ઇમ્યુન ડેફિસિયન્સી સિન્ડ્રોમ થાય છે. આ રોગ વ્યક્તિના શરીરની રોગપ્રતિકારક શક્તિને નુકશાન પહોંચાડે છે. જેથી વ્યક્તિનું શરીર સામાન્ય રોગો સામે પણ લડવામાં અસમર્થ બની જાય છે.

ડબ્લ્યુએચઓ એ વર્ષ 2021ની થીમ અંત અસમાનતા, એઇડ્સનો અંત રાખી છે. એચઆઇવી અને એઇડ્સના દર્દીઓમાં વાયરસ નિયંત્રણમાં આવવા માટે નિયમિત બ્લડ સેમ્પલના ટેસ્ટ કરવામાં આવે છે. સ્મીમેરહોસ્પિટલમાં 95 ટકાથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સ્મીમેરના એઆરટી સેન્ટરમાં સામાન્ય અને ગ્મ્ભી દર્દીઓને અલગ અલગ ઓપીડીમાં બોલાવવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સાથે ડોકટરો ગંભીર દર્દીઓ પર વધુ ધ્યાન આપે છે. જયારે સામાન્ય દર્દીઓને એકથી બે મહિનામાં ડોન કરીને દવાઓ આપવાની વ્યવસ્થા કરાય છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

છેલ્લા ચાર વર્ષના સ્મીમેર હોસ્પ્ટિલના એઆરટી સેન્ટરના આંકડા પર નજર કરીએ તો
વર્ષ                                    કેસ                           વર્ષે વધારો
2018                             4582                              324
2019                             4771                               416
2020                            4975                               385
2021                             5100                              284

સ્મીમેર હોસ્પિટલનું એઆરટી સેન્ટર ત્રણ વર્ષથી રાજ્યમાં પ્રથમ
સ્મીમેર હોસ્પિટલના એઆરટી સેન્ટરને હાઈ લોડ સેન્ટર કેટેગરીમાં ગુજરાતનું પ્રથમ બેસ્ટ પરફોર્મન્સમાં સ્ટાર એચીવર એવોર્ડ મળ્યો છે. જયારે અન્ય બે એવોર્ડ પણ દક્ષિણ ગુજરાતના બે અલગ અલગ કેન્દ્રોને આપવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી સતત ગુજરાતના બેસ્ટ પરફોર્મન્સ એઆરટી સેન્ટરનો એવોર્ડ સ્મીમેર હોસ્પિટલના એઆરટી સેન્ટરને આપવામાં આવ્યો છે.

12 વર્ષના બાળકને પણ એઈડ્સની માહિતી આપવી જરૂરી
હાલના સમયમાં અમુક લોકો એવું સમજતા હોય છે કે અમુક નિશ્ચિત વ્યક્તિ સાથે શારીરિક સબંધ બાંધવાથી એઇડ્સ થતો હોય છે. પરંતુ સમાજમાં એવી પણ ઘણી સામાન્ય વ્યક્તિઓ ઓળખ છુપાવતી ફરે છે. જેની સાથે શારીરિક સબંધ બાંધવામાં આવે તો મુસીબતમાં મુકાઈ જવાય છે. હાલના યુગમાં 12 વર્ષના બાળકને પણ એઇડ્સને લગતી માહિતી આપવાની બહુ જરુર છે.

આ પણ વાંચો : Surat : રૂ.898 કરોડના ખર્ચે બનશે સુરત કોર્પોરેશનની 28 માળની મુખ્ય કચેરી

આ પણ વાંચો : સુરત ચેમ્બર ઓફ કોમર્સ અને ફિઆસ્વીએ ટેક્સટાઇલ પર જીએસટીના દરમાં વધારાને પરત ખેંચવા દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું

Next Article