Surat : દિવાળી નિમિત્તે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા એસ.ટી. વિભાગ દ્વારા વધારાની બસો દોડાવાશે

|

Oct 18, 2021 | 6:31 PM

સુરતના ઉધના સ્ટેશન પરથી ગયા વર્ષે ગોવા માટેની ટ્રેનને સારો પ્રતિસાદ મળ્યા બાદ ચાલુ વર્ષે પણ રેલવે વિભાગ દ્વારા આ વખતે ઉધનાને બદલે સુરત સ્ટેશનથી ગોવા માટેની ટ્રેન દોડાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

Surat : દિવાળી નિમિત્તે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા એસ.ટી. વિભાગ દ્વારા વધારાની બસો દોડાવાશે
ST Bus

Follow us on

તારીખ 29 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી તમે ઈચ્છો ત્યાં એસ.ટી. બસનું (State Transport) તમે બુકીંગ કરાવી શકો છો. તે માટે એક બસમાં 51 લોકોનું સંયુક્ત બુકીંગ હોવું જરૂરી છે. એસ.ટી. વિભાગ દ્વારા આ માટે ઓનલાઇન સાઈટમાં બુકીંગ ફેસિલિટી શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી 171 બસોનુ બુકીંગ થઇ ચૂક્યું છે. હાલમાં પંચમહાલ, ગોધરા, સૌરાષ્ટ્ર, રાજકોટ, મહારાષ્ટ્રના અંતરિયાળ જેવા વિસ્તારોમાં મોટા પાયે બુકીંગ થઇ રહ્યું છે.

દિવાળીના સમયે હાલમાં મધ્ય ગુજરાત તરફ અને આ રૂટ પર એસટી વિભાગ દ્વારા તેના રૂટ ડબલ કરી દેવામાં આવ્યા છે. દરમ્યાન હાલમાં તો 8500 લોકોએ તેમનું બુકીંગ કરાવી પણ દીધું છે અને આ આંકડો ચાલીસ હજારને પાર કરે તેવી પણ શક્યતા છે. એસટી વિભાગ દ્વારા આ મામલે www.gsrtc.in પર બુકીંગ કરાવી શકાય છે. એક આંકડા પ્રમાણે મહારાષ્ટ્રમા પચ્ચીસ હજાર લોકો, સૌરાષ્ટ્ર તરફ પચાસ હાજર લોકોના ટ્રાવેલિંગની શક્યતા છે. ખાસ કરીને દિવાળીના સમયમાં મોટા પ્રમાણમાં હજારો પરિવારો તેમના વતન તરફ વાટ પકડશે.

સુરતથી ગોવા સહીત 4 દિવાળી સ્પેશ્યલ ટ્રેનો દોડાવશે
સુરતના ઉધના સ્ટેશન પરથી ગયા વર્ષે ગોવા માટેની ટ્રેનને સારો પ્રતિસાદ મળ્યા બાદ ચાલુ વર્ષે પણ રેલવે વિભાગ દ્વારા આ વખતે ઉધનાને બદલે સુરત સ્ટેશનથી ગોવા માટેની ટ્રેન દોડાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતથી કરમાલી વચ્ચે દોડનારી આ સ્પેશ્યલ ટ્રેન 26મી ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી દોડાવવામાં આવશે. આ ટ્રેન દર મંગળવારે રાત્રે 8.50 કલાકે સુરતથી ઉપડીને બીજા દિવસે 9.12 કલાકે થીવિમ પહોંચશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

સ્પાઇસ જેટ બદલાયેલા સમય સાથે સુરત એરપોર્ટથી 8 ફ્લાઇટ ઓપરેટ કરશે 
જયપુર-સુરત, હૈદરાબાદ-સુરત, દિલ્હી-સુરત, ગોવા-સુરત, સુરત-ગોવા, સુરત-હૈદરાબાદ, સુરત-દિલ્હી અને સુરત-જયપુરની ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવશે. 6 ફ્લાઇટ ડેઇલી અને 5 ફ્લાઇટ વીકલી રહેશે. આમ, હવે દિવાળી વેકેશનનો માહોલ શરૂ થતા રેલવે, એસટી અને એરપોર્ટ મામલે મુસાફરોની આવન જાવન વધવાની શક્યતાને જોતા તંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાના કેસો ઘટતા આ વખતે દિવાળી વેકેશનમાં હરવા ફરવા માટે મોટી સંખ્યામાં લોકો નીકળશે તેવો આશાવાદ પણ દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો : Surat : માસ પ્રમોશન બાદ યુનિવર્સીટીએ બેઠકો વધારી છતાં હજી પણ 47 ટકા બેઠકો ખાલી

આ પણ વાંચો : Surat : ખોટનો ખાડો છતાં બહુજન હિતાય બહુજન સુખાય માટે બસસેવા યથાવત રાખતી SMC

Next Article