Surat : ઓક્સિજનની તીવ્ર અછતને પહોંચી વળવા કૃભકો કંપનીએ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કર્યો

|

May 17, 2021 | 11:13 AM

દેશમાં કોરોનાનું સંકટ વધતું જાય છે, ત્યારે નોંધાઇ રહેલા દર્દીઓની સામે ઓક્સિજનના જથ્થાને પૂરતા પ્રમાણમાં પહોંચાડવો તે એક મોટો પડકાર હાલના સમયમાં સાબિત થઈ રહ્યો છે.

Surat : ઓક્સિજનની તીવ્ર અછતને પહોંચી વળવા કૃભકો કંપનીએ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કર્યો
Surat

Follow us on

Surat : દેશમાં કોરોનાનું સંકટ વધતું જાય છે. ત્યારે નોંધાઇ રહેલા દર્દીઓની સામે ઓક્સિજનના જથ્થાને પૂરતા પ્રમાણમાં પહોંચાડવો તે એક મોટો પડકાર હાલના સમયમાં સાબિત થઈ રહ્યો છે. કોરોના અસરગ્રસ્ત લોકોને મદદ માટે હોસ્પિટલ્સમાં મેડિકલ ગ્રેડ ઓક્સિજનની તીવ્ર અછતને ધ્યાનમાં લેતા હજીરા યુનિટમાં ઓક્સિજન ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો.

કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ (કૃભકો) એ ભારતની એક ખાતર સંસ્થા (fertilizer company) છે જેનું ઉત્પાદન એકમ સુરતના હજીરા ખાતે છે. રાષ્ટ્ર રોગચાળાના બીજા મોજાથી હાલમાં ભારે અસરગ્રસ્ત છે. મુશ્કેલીને દૂર કરવા અને રોગચાળાને પડકારવા માટે સુરતની વિવિધ સંસ્થાઓ સામે આવી રહી છે, ત્યારે કૃભકો દ્વારા પણ રાષ્ટ્રના હિત માટે ટેકો આપાવામાં આવ્યો છે.

કોવિડ -19 અસરગ્રસ્ત લોકોને ટેકો આપવા માટે હોસ્પિટલોમાં મેડિકલ ગ્રેડ ઓક્સિજનની તીવ્ર અછતને ધ્યાનમાં લેતા, કૃભકોએ સુરતના હજીરા ખાતે ઓક્સિજન બનાવવાની સુવિધા સ્થાપિત કરી છે. જે ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મેડિકલ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપનાનો કુલ ખર્ચ આશરે રૂ. 90 લાખ અને દૈનિક ઉત્પાદન ક્ષમતા 100 ડી-પ્રકારનો ઓક્સિજન સિલિન્ડર હશે. ઓક્સિજનની હાલની આવશ્યકતાને ધ્યાનમાં લેતા, કૃભકો પ્રાધાન્ય સરકારી હોસ્પિટલો અને અન્ય હોસ્પિટલોમાં સુરત વિસ્તારમાં અને આસપાસના વિસ્તારોમાં વિના મૂલ્યે ઓક્સિજન ભરી આપશે. આ રોગચાળાના સમયમાં અને આગામી દિવસોમાં તબીબી ઓક્સિજનની આવશ્યકતાની મુશ્કેલીને ઘટાડવામાં મદદ કરશે.

આ રોગચાળા દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવા છતાં કૃભકો ટૂંક સમયમાં ઓક્સિજન પ્લાન્ટની ખરીદી અને કામગીરી કરી છે. ઓક્સિજન સિલીન્ડરને સરકારી હોસ્પિટલ્સ અને અન્ય જરૂરિયાતમંદ હોસ્પિટલ્સમાં વિનામૂલ્યે આપવામાં આવશે. આ પ્લાન્ટ દરરોજ 100 જંબો ઓક્સિજન સિલિન્ડર સપ્લાય કરશે.

Next Article