Surat : ડાયમંડ બુર્સમાં ચોરી કરીને ભાગતા ચોરને નડ્યો અકસ્માત, કાર સહિત ચોરી કરેલો મુદ્દામાલ મૂકી ભાગવાની પડી ફરજ

|

Jun 02, 2022 | 12:22 PM

લોખંડની(Iron ) રીંગોની ચોરી કરીને તેને વેચીને રૂપિયા કમાવાની લાલચ રાખતા યુવકની આ લાલશા પર પાણી ત્યારે ફરી વળ્યું જયારે તેને અકસ્માત નડ્યો અને તેને કાર છોડીને ચોરી કરેલો માલ મૂકીને જ ભાગી જવું પાડવાનો વારો આવ્યો હતો. 

Surat : ડાયમંડ બુર્સમાં ચોરી કરીને ભાગતા ચોરને નડ્યો અકસ્માત, કાર સહિત ચોરી કરેલો મુદ્દામાલ મૂકી ભાગવાની પડી ફરજ
Ichhapor Police Station (File Image )

Follow us on

સુરતમાં(Surat ) કાર લઇને ઇચ્છાપોર(Icchapor ) નજીક બાંધકામ સાઇટ ઉપર ચોરી કરવા આવેલા યુવક 7700ની કિંમતની લોખંડની(Iron ) રીંગો ચોરી કરીને ભાગતો હતો.ત્યારે  નવાઈ ની વાત એ છે કે આ દરમિયાન તેની કારને અકસ્માત નડ્યો હતો. અને અકસ્માત થતા ચોર કાર મુકીને ભાગી ગયો હતો. બાદમાં બનાવ અંગે ઇચ્છાપોર પોલીસે એક્સીડેન્ટનો ગુનો નોંધી કાર કબજે લીધી હતી. જ્યારે ચોરને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ સુરતના છેવાડે આવેલ સચીન મગદલ્લા રોડ ઉપર ચાલી રહેલા ગુજરાત ડાયમંડ બુર્સમાં વેસુના જોલી રેસીડેન્સીમાં રહેતા ચિરાગભાઇ વિનોદભાઇ શાહ એન્જિનિયર તરીકે નોકરી કરે છે. તેઓએ ઇચ્છાપોર પોલીસમાં અજાણ્યા યુવકની સામે ચોરીની ફરિયાદ આપી હતી. જેમાં જણાવ્યા પ્રમાણએ અજાણ્યો યુવક ગુજરાત ડાયમંડ બુર્સમાં મધરાત્રે એક લાલ કલરની સેવરોલેટ બીટ કાર લઇને આવ્યો હતો. આ યુવકે બાંધકામ સાઇટ ઉપરથી રૂા.7700ની કિંમતની બીમ-કોલમ ભરવાની લોખંડની રીંગોની ચોરી કરી હતી.

પણ એવું કહેવાય છે કે જ્યારે નસીબ સાથ ના આપે તો બધા કામો અસફળ થતા જ હોય છે. અજાણ્યો ઈસમકાર લઇને ઇચ્છાપોર તરફ જઇ રહ્યો હતો ત્યારે બાંધકામ સાઇટ ઉપરથી અડધા કિલોમીટરના અંદરે જ કારને અકસ્માત નડ્યો હતો. કાર ડિવાઇડર સાથે ભટકાતા મોટેથી અવાજ આવ્યો હતો. જ્યાં જઇને ચિરાગભાઇએ તપાસ કરતા ગાડીમાં ચોરાયેલી લોખંડની રીંગો મળી આવી હતી. બનાવ અંગે ચિરાગભાઇએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ચોરીનો ગુનો નોંધી સેવરોલેટ ગાડી કબજે લીધી હતી જ્યારે ચોરને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કહેવત છે કે જે નસીબ તમારો સાથ ન આપે ત્યારે તમે કોઈપણ કામ કરવા જતા ત્યારે કોઈને કોઈ મુશ્કેલી સામે આવી જતી હોય છે. આ જ આવી જ ઘટના આ ચોર સાથે થઇ હોય તેવું લાગ્યું હતું. લોખંડની રીંગોની ચોરી કરીને તેને વેચીને રૂપિયા કમાવાની લાલચ રાખતા યુવકની આ લાલશા પર પાણી ત્યારે ફરી વળ્યું જયારે તેને અકસ્માત નડ્યો અને તેને કાર છોડીને ચોરી કરેલો માલ મૂકીને જ ભાગી જવું પાડવાનો વારો આવ્યો હતો.

Next Article