Surat : દેશના પાંચ રાજ્યોમાં પૂરની સ્થિતિના કારણે સુરતના કાપડ વેપારીઓ બન્યા ચિંતાતુર

|

Aug 24, 2021 | 8:21 AM

સુરતનું કાપડ દેશના ખૂણેખૂણે જાય છે. જેથી અન્ય રાજ્યોમાં જયારે પણ કુદરતી આપત્તિ આવે ત્યારે સુરતના કાપડ બજાર પર તેની અસર જોવા મળતી હોય છે.

Surat : દેશના પાંચ રાજ્યોમાં પૂરની સ્થિતિના કારણે સુરતના કાપડ વેપારીઓ બન્યા ચિંતાતુર
Surat: Textile traders in Surat are worried over the flood situation in five states of the country

Follow us on

યુપી, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં આવેલ પૂરની(Flood ) સ્થિતિના કારણે ભયંકર નુકશાન થયું છે. રિટેલ માર્કેટ અને દુકાનો બંધ થવાના કારણે રક્ષાબંધનના તહેવાર પર થનારી ખરીદી પર પણ ખરાબ અસર જોવા મળી હતી. બિહારમાં તો પૂરગ્રસ્ત વિસ્તારોમાં વેપારીઓને જીવ બચાવવા સુધીની નોબત આવી હતી. હવે પરિસ્થિતિ એ છે કે ત્યાં આગામી  ત્રીજના તહેવાર પર સાડી અને ડ્રેસના જે ઓર્ડર મળતા હતા તે પણ અટકી ગયા છે. વેપારીઓના અનુસાર 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

રિટેલ માર્કેટમાં પણ વેપાર ઠપ્પ
કોરોનાના કારણે પરેશાન વેપારીઓ રક્ષાબંધન પર વેપારીઓને સારા બિઝનેસની અપેક્ષા હતી. પરંતુ તહેવારના થોડા દિવસ પછી જ અહીં પૂરના કારણે ખુબ નુકશાન જોવા મળ્યું છે. સુરતના કાપડ બજારમાંથી દેશના દરેક ખૂણામાં કાપડ મોકલવામાં આવે છે.

રક્ષાબંધનના એક મહિના પહેલાથી જ અન્ય રાજ્યોના વેપારીઓએ મધ્યમ અને હેવી રેન્જ ની સાડીઓ અને ડ્રેસ મટિરિયલ્સની ડિમાન્ડ કરી હતી. સુરતના વેપારીઓને પણ મોટી સંખ્યામાં ઓર્ડર પણ મળ્યા હતા. અને અહીંથી માલ પણ મોકલી આપવામાં આવ્યો હતો. દસ દિવસ પહેલા અહીં આ કાપડ રિટેલ માર્કેટમાં પહોંચી પણ ગયા હતા. પરંતુ પૂરના કારણે અસંખ્ય જિલ્લામાં શહેરો અને ગામોમાં પાણી ફરી વળવાની સ્થિતિના કારણે દુકાન,ઘર અને રિટેલ માર્કેટોને ખુબ નુકસાન થયું છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

સુરતના એક વેપારીનું કહેવું છે કે અમને ત્રીજના તહેવાર માટે ગયા વર્ષ કરતા સારા ઓર્ડર મળ્યા હતા. આશા હતી કે કોરોનાના કારણે ગયા વર્ષે જે નુકશાન થયું છે તે આ વર્ષે કેસ ઘટતા તેને પહોંચી વળાશે. પણ પૂરની સ્થિતિના કારણે આ આશા પર પણ પાણી ફરી વળ્યું છે. આશા રાખીએ કે ત્યાં સ્થિતિ જલ્દી પૂર્વવત થાય અને અમને ફરી એકવાર બિઝનેસ કરવા મળે. જોકે હાલ યુપી, બિહાર, ઝારખંડમાં તીજ પર સાડી અને ડ્રેસના ઓર્ડર મળ્યા નથી. અને મોકલાવેલા માલનું પેમેન્ટ પણ આવ્યું નથી.

અન્ય એક વેપારીનું પણ કહેવું છે કે અમે મધ્યપ્રદેશ માલ મોકલાવ્યો છે. આવી જ હાલત બીજા 15 જિલ્લાઓમાં પણ છે. પણ પૂરની સ્થિતિના કારણે માલ પહોંચી શક્યો નથી. જેના કારણે હાલ અમને નુકશાન છે. રક્ષાબંધન નો વેપાર તો ઠપ્પ થયો જ છે. બિહારમાં જ 50 કરોડ થી વધુ નુકશાન થયું છે. સ્થિતિ ક્યારે પહેલા જેવી થશે. અને અમને પેમેન્ટ ક્યારે મળશે તે નક્કી નથી.

આ પણ વાંચો :

surat : રક્ષાબંધન પર્વે સામુહિક આપઘાતનો કેસ, બેના મોત, મહિલા તબીબની હાલત ગંભીર

Gujarat : ગણેશોત્સવની ઉજવણીને લઈ હજુ કોઈ નિર્ણય નહીં, આયોજકોમાં અસમંજસ

Next Article