Surat: અઘોષિત લોકડાઉનના કારણે કાપડ ઉધોગની હાલત થઈ કફોડી, મિલોમાં અડધું થઈ ગયું કામ

|

May 10, 2021 | 10:57 AM

કોરોનાના કારણે વ્યાપાર ઉદ્યોગની કમર તૂટી ગઈ છે. સુરતનો (Surat) કપડા ઉદ્યોગ બંધ થવાને કારણે તેના સાથે જોડાયેલા અન્ય ઉધોગોની હાલત પણ લાચાર બનતી જઈ રહી છે.

Surat: અઘોષિત લોકડાઉનના કારણે કાપડ ઉધોગની હાલત થઈ કફોડી, મિલોમાં અડધું થઈ ગયું કામ
સુરત

Follow us on

કોરોનાના કારણે વ્યાપાર ઉદ્યોગની કમર તૂટી ગઈ છે. સુરતનો (Surat) કપડા ઉદ્યોગ બંધ થવાને કારણે તેના સાથે જોડાયેલા અન્ય ઉધોગોની હાલત પણ લાચાર બનતી જઈ રહી છે. ડાઇંગ પ્રોસેસિંગ યુનિટોમાં જોબ વર્ક ન હોવાને કારણે 50 ટકા કરતાં પણ વધારે ડાઇંગ પ્રોસેસિંગ યુનિટો બંધ થઈ ગયા છે. અને તેમાં કામ કરનારા લોકો પોતાના વતન અને ગામ તરફ પરત ફરી રહ્યા છે.

કોરોના ના કારણે વ્યાપારનું માહોલ ખૂબ જ ખરાબ થઇ ગયો છે. દસ દિવસ કરતાં પણ વધારે સમયથી સુરતનો કાપડઉદ્યોગ બંધ હાલતમાં છે. માલ નહીં હોવાના કારણે કેટલાક દિવસથી વિવર્સ દ્વારા લૂમ્સના કારખાના પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

બીજી તરફ જોબ વર્ક ની કમીથી પ્રોસેસીંગ યુનિટ પણ બંધ થવા લાગ્યા છે. 50 ટકા કરતાં વધારે પ્રોસેસિંગ યુનિટો બંધ થઈ ચૂક્યા છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

જોકે કેટલીક મિલોમાં છેલ્લા એક અઠવાડિયાથી બેથી ત્રણ દિવસ રજા પણ આપવામાં આવી રહી છે. અને તેના કારણે મોટી સંખ્યામાં શ્રમિકો અને પરપ્રાંતિયો પોતાના વતન જઈ રહ્યા છે.

શહેરના ઘણા વિસ્તારોમાં થી લક્ઝરી બસમાં બેસીને શ્રમિકો પોતાના વતન તરફ જઈ રહ્યા છે. તેવામાં જો વ્યાપાર ઉદ્યોગ ચાલુ પણ રહેશે તો કારીગરોની કમીના કારણે મિલો બંધ કરવા જેવી હાલત ઊભી થઈ છે.

જોકે આ તમામ કારણોથી ઇન્ડસ્ટ્રીની ઉત્પાદન ક્ષમતા 30 ટકા થઈ ગઈ છે.સાઉથ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશનના પ્રમુખ જીતુ વખારિયા એ જણાવ્યું છે કે કાપડ માર્કેટ બંધ થવાને કારણે જોબ વર્ક ઘટી ગયું છે. વ્યાપારીઓએ નવા ઓર્ડર આપવાનું બંધ કરી દીધું છે એટલું જ નહીં પહેલાથી જે માલ તૈયાર કરવામાં આવ્યો છે તેનો સ્ટોક પણ ગોડાઉનમાં પડી રહ્યો છે. જેના કારણે ગોડાઉન ભરાઈ ગયા છે.

હાલની પરિસ્થિતિ જોતા જો સરકાર ઉદ્યોગકારો માટે વીજળી બિલમાં માફી અને જો ગેસ બિલ ને પણ ઓછો નહીં કરશે તો ઉદ્યોગને બીજીવાર પાટા પર આવતા ખૂબ જ મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે.

Published On - 10:55 am, Mon, 10 May 21

Next Article