સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો

| Edited By: | Updated on: Oct 25, 2021 | 1:55 PM

યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ માટે શરમજનક બાબત એ છે કે, નાની સરખી ક્યારેક કોઈ ભૂલ માનવ સહજ રીતે થઈ જાય એ સ્વીકારી શકાય.આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ કહ્યું કે, પરીક્ષા વિભાગની મોટી બેદરકારી છે,

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પેપર ચેકિંગને લઈ નારાજ વિદ્યાર્થીઓએ ઉગ્ર પ્રદર્શન કર્યું. એક વિદ્યાર્થીને 8 વિષયમાં નાપાસ જાહેર કરાયો હતો. જેના પેપરની ફરી ચકાસણી કરાતા વિદ્યાર્થી તમામ વિષયોમાં પાસ જાહેર થયો. આ પેપર ચેકર સામે કાર્યવાહીની માગ સાથે વિધાર્થી આગેવાનો કુલપતિને રજૂઆત કરવા પહોંચ્યા. જોકે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તાળાબંધી કરી વિદ્યાર્થીઓને અટકાવવામાં આવ્યા. જેથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યા. અને આગામી સમયમાં કુલપતિનો ઘેરાવ સહિતના જલદ કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારી છે.

યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ માટે શરમજનક બાબત એ છે કે, નાની સરખી ક્યારેક કોઈ ભૂલ માનવ સહજ રીતે થઈ જાય એ સ્વીકારી શકાય.આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ કહ્યું કે, પરીક્ષા વિભાગની મોટી બેદરકારી છે, અને સંબંધિત વ્યક્તિની સામે તાત્કાલિક અસરથી પગલા લેવા જોઈએ. પરંતુ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં ચાલતી લાલીયાવાડીને કારણે આવી બેદરકારી રાખનાર જવાબદાર વ્યક્તિ સામે કોઈ પગલાં લેવાતા નથી.

CYSS દ્વારા આજે સમગ્ર યુનિવર્સિટીને માથે લેવામાં આવી હતી. કાર્યકરોએ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં એકત્રીત થઈને વાઇસ ચાન્સેલર અને રજીસ્ટારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. રજીસ્ટર દેખાતાની સાથે તમામ વિદ્યાર્થીઓએ તેમનો ઘેરાવ કરીને તેમની કામગીરીને લઇને ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. યુનિવર્સિટીની વહીવટી બિલ્ડિંગમાં અંદરથી તાળું મારી દેવાતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ બહારના ગેટથી તાળું મારી દીધું હતું.

 

આ પણ વાંચો :સ્પેશિયલ NDPS કોર્ટમાં સમીર વાનખેડેએ રજુ કર્યુ સોગંદનામુ, કહ્યુ, “ડ્રગ્સ કેસને લઈને મારા પરિવારને નિશાન બનાવવામાં આવી રહ્યો છે”