Surat: તિજોરીના તળિયા દેખાતા મનપાએ સોનાની લગડી સમાન પાંચ પ્લોટ વેચવા કાઢ્યા, AAP એ કર્યો વિરોધ

|

May 24, 2021 | 2:34 PM

ખાલી તિજોરી ભરવા હવે સુરત મનપા વેસુમાં 3, પાલમાં 1 અને મોટા વરાછામાં 1 એમ કુલ પાંચ પ્લોટ 99 વર્ષના ભાડાપટેથી આપીને 372 કરોડ રૂપિયા ઉભા કરશે.

Surat: તિજોરીના તળિયા દેખાતા મનપાએ સોનાની લગડી સમાન પાંચ પ્લોટ વેચવા કાઢ્યા, AAP એ કર્યો વિરોધ
Surat

Follow us on

6534 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાની તિજોરી છેલ્લા કેટલાક વર્ષોથી તળિયે આવી છે. ત્યારે ખાલી તિજોરી ભરવા માટે હવે સુરત મનપાએ સોનાની લગડી સમાન પ્લોટ વેચવા કાઢ્યા છે. ખાલી તિજોરી ભરવા હવે સુરત મનપા વેસુમાં 3, પાલમાં 1 અને મોટા વરાછામાં 1 એમ કુલ પાંચ પ્લોટ 99 વર્ષના ભાડાપટેથી આપીને 372 કરોડ રૂપિયા ઉભા કરશે.

હાલમાં સુરતીઓના મિલકત વેરા અને ગ્રાન્ટના આધારે પાલિકાનું ગાડું ગબડી રહ્યું છે. એટલું જ નહીં દર મહિને જકાતની અવેજ પેટે મળતી ગ્રાન્ટ પણ મળી નથી. ગત વર્ષે કોરોના પાછળ જ 220 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જેમાં વધારાના ખર્ચનો અંદાજ માંડીને પાલિકાએ સરકાર પાસે 500 કરોડ રૂપિયાની ગ્રાન્ટ માંગી હતી. પણ તે હજી મળી નથી.

સરકાર પાસે ગ્રાન્ટ મળવાની આશા ધૂંધળી દેખાતા મનપા દ્વારા રૂપિયા ઉભા કરવા આ પાંચ પ્લોટને 99 વર્ષના ભાડાપટાથી આપવામાં આવશે. પાલિકાએ અગાઉ લિઝ પર સુરત ટેકસટાઇલ માર્કેટવાળી જગ્યા હોય કે એક્સપરિમેન્ટલ સ્કૂલ સહિતના પ્લોટ પાણીના ભાવે આપી દીધી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પાલિકા વિસ્તારમાં 128 ટીપી સ્કીમો અમલમાં છે. ત્યારે ધી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976ની જોગવાઈઓ મુજબ ટીપી સ્કીમોનું યોગ્ય આયોજન કરી જમીનોની પુનઃરચના કરાઈ છે, જેમાં જાહેર હેતુઓ માટે રિઝર્વેશનની જમીનો મેળવાય છે. વેસુમાં હરાજી માટે કાઢવામાં આવેલા પ્લોટ સૌથી મોંઘો છે. વેસુના 3 પ્લોટની કિંમત અનુક્રમે 58.30 કરોડ, 80.73 કરોડ અને 97.36 કરોડ છે.

પાલના પ્લોટની કિંમત 83.28 કરોડ અને મોટા વરાછાના પ્લોટની કિંમત 53.03 કરોડ રૂપિયા અંદાજવામાં આવી છે. આજે આમ આદમી પાર્ટી દ્વારા આ પ્લોટની હરાજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. બિલ્ડરોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ આપ દ્વારા કરાયો છે. આગામી દિવસોમાં આ માટે વિરોધ કરવામાં આવશે તેવું આપ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું છે.

Published On - 2:32 pm, Mon, 24 May 21

Next Article