Surat : 8 કરોડના ખર્ચે લાવેલ હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખોટકાયું, રીપેર માટે 58 લાખ રૂપિયા ખર્ચાશે

|

Jul 28, 2021 | 1:49 PM

સુરતમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં અકસ્માતના સમયે ઉપયોગી નીવડતું હાઇડ્રોલિક પ્લેટફોર્મ બગડ્યું છે. નવું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવું મોંઘુ સાબિત થાય તેવું હોય સ્થાયી સમિતિ દ્વારા તેના રિપરિંગ કામને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા વધારે છે.

સમાચાર સાંભળો
Surat : 8 કરોડના ખર્ચે લાવેલ હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખોટકાયું, રીપેર માટે 58 લાખ રૂપિયા ખર્ચાશે
Hydraulic Platform

Follow us on

Surat : 2006માં 8.08 કરોડના ખર્ચે ખરીદવામાં આવેલ અને 54 મીટરની ઉંચાઈ ધરાવતા હાઇડ્રોલિક પ્લેટફોર્મના (Hydraulic Platform) રીપેરીંગ માટે તેમ જ ખરાબ થઈ ગયેલ હાઇડ્રોલિક પ્લેટફોર્મ ફરી ઓપરેટ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા મેજર ઓવર હોલિંગ અને સર્વિસની કામગીરી માટે 58.39 લાખના ખર્ચે મુંબઈની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવા માટેનું ટેન્ડર સ્થાયી સમિતિ સામે રજૂ કરવામાં આવ્યું છે.

રીપેરીંગ દરમિયાન સ્પેરપાર્ટ બદલવાની જરૂર ઉભી થાય તો ખર્ચની રકમ માં ઘટાડો કે વધારો થઇ શકે છે. સુરતની હાઇરાઇઝ ઇમારતોમાં ફાયર ફાઈટિંગ અને બચાવની કામગીરી માટે મહાનગરપાલિકા દ્વારા 2016માં ફિનલેન્ડથી 8.08 કરોડના ખર્ચે 54 મીટર ઊંચાઈએ જઈ શકે તેવું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવામાં આવ્યું હતું.

હાલ આપણે પ્લેટફોર્મની કિંમત 11 કરોડથી વધુ ગણી શકાય. 15 વર્ષ જૂના આ વાહનની ખરીદી બાદ બે વર્ષની વોરંટી ગેરંટી 2008માં પૂર્ણ થઈ ગઈ છે. 2014માં બે હાઇરાઇઝ ઇમારતોમાં રેસ્ક્યુ અને આગ બુઝાવવાનીની કામગીરી બાદ આ વાહનનું રીપેરીંગ 41 લાખના ખર્ચે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વાહનનું રીપેરીંગ કે સર્વિસ થઈ નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

હાલમાં આ પ્લેટફોર્મ ઓપરેટિંગ દરમિયાન લોક થઇ ગયું હતું. ઇન્સપેકશન દરમિયાન વાહનને કેટલાક પાર્ટ્સની અવધિ પૂરી થઇ ગઇ હોવાનું તથા ફાયર ફાઈટિંગ અને રેસ્ક્યૂની કામગીરી દરમિયાન વાહન ગમે ત્યારે બંધ થઈ શકે તેવું જાણવા મળ્યું હતું, પરિણામે મહાનગરપાલિકા દ્વારા ભારતમાં ઓથોરાઇઝ ડીલરશિપ ધરાવતી કંપની પાસે વાહનના મેજર હોલિંગ અને સર્વિસિંગની કામગીરી માટે ઓફર મંગાવી હતી. એજન્સી દ્વારા 58.59 લાખ રૂપિયાના ખર્ચની ઓફર આપવામાં આવી છે.

ફાયર ઓફિસર જગદીશ પેટેલે જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા જ અમે આ હાઇડ્રોલિક પ્લેટફોર્મનું ચેકીંગ કર્યું હતું. જેમાં મશીન લોક થઇ ગયું હોવાનું માલુમ પડ્યું હતું. હાઈરાઈઝ બિલ્ડિંગમાં જો કોઈ આગ કે અકસ્માતની ઘટના બને ત્યારે આ હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખૂબ જ જરૂરી છે. જોકે મશીન બાબતની જાણ અમે વિભાગને કરી છે અને હવે તેમના દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવશે.

સ્થાયી સમિતિ સમક્ષ આ દરખાસ્ત આવી છે અને આગામી દિવસોમાં તેના પર નિર્ણય લેવાય તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવું મોંઘુ સાબિત થાય તેવું હોય સ્થાયી સમિતિ દ્વારા તેના રિપરિંગ કામને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા વધારે છે.

Next Article