Surat : મહાનગર પાલિકા ત્રીજી લહેરની તકેદારી માટે કરશે માસ્કની ખરીદી, અનુભવથી શીખ લઈને થઈ રહી છે તૈયારી

|

Oct 19, 2021 | 2:58 PM

બીજી લહેરમાં તંત્રને જે અનુભવ થયો તેની શીખ લઈને કોર્પોરેશન દ્વારા ત્રીજી લહેરની તૈયારી અત્યારથી જ કરવામાં આવી રહી છે.

Surat : મહાનગર પાલિકા ત્રીજી લહેરની તકેદારી માટે કરશે માસ્કની ખરીદી, અનુભવથી શીખ લઈને થઈ રહી છે તૈયારી
Surat Municipal Corporation

Follow us on

કોરોનાની (Corona) ત્રીજી લહેરનો (Third Wave) ભય હવે ધીરે ધીરે ઓસરી રહ્યો છે, પરંતુ મહાનગર પાલિકા દ્વારા ત્રીજી લહેરની તૈયારીઓ માટે ખરીદી પર ખરીદી કરવામાં આવી રહી છે. હવે સુરત મહાનગર પાલિકા 16.50 લાખ સર્જિકલ અને આઇસોલેશન સર્જીકલ માસ્ક અને 4 લાખ 50 હજાર N-95 માસ્ક ખરીદવાની તૈયારી કરી રહી છે.

દોઢ મહિના પહેલા શહેરમાં કોરોનાનો નવા કેસની સંખ્યા ઘટીને 1 પર આવી ગઈ હતી. છેલ્લા એક મહિનામાં શહેરમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1 ટકાથી ઓછી થઇ ગઈ છે. જન્માષ્ટમી, ગણેશ ઉત્સવમાં અને નવરાત્રીમાં થોડી છૂટછાટ મળ્યા બાદ કેસ ફરી વધવા લાગ્યા છે. હવે તહેવારોની સીઝન ચાલી રહી છે અને દરરોજ 4 થી 8 નવા કેસ આવી રહ્યા છે.

આ સ્થિતિમાં મહાનગર પાલિકા કોઈ જોખમ લેવા માંગતી નથી. સર્જિકલ, આઇસોલેશન સર્જીકલ માસ્ક અને એન -95 માસ્ક ખરીદવાનો ઠરાવ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલ મેડિકલ એઇડ અને હાઇજીન કમિટીમાં આવ્યો છે. સમિતિની બેઠક બુધવારે થશે અને તેમાં માસ્ક ખરીદવાનો નિર્ણય લેવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

2.97 રૂપિયાના દરે એન -95 માસ્ક ખરીદવાનો ઠરાવ છે
મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલ મેડિકલ એઇડ એન્ડ હાઇજીન કમિટીમાં 0.94 રૂપિયાના દરે સર્જિકલ, આઇસોલેશન સર્જીકલ માસ્ક ખરીદવાનો પ્રસ્તાવ છે. 16 લાખ 50 હજાર સર્જિકલ, 15 લાખ 51 હજારના આઇસોલેશન સર્જીકલ માસ્ક ખરીદવાના ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. એ જ રીતે રૂ. 2.97 ની કિંમતે 13 લાખ 36 હજાર 500 રૂપિયાના 4 લાખ 50 હજાર એન -95 માસ્ક ખરીદવાનો ઠરાવ લાવવામાં આવ્યો છે.

સ્થાયી સમિતિએ 5 લાખ રેપિડ એન્ટિજેન કીટ ખરીદવાનો પણ ઠરાવ મૂક્યો છે
આ પહેલા 1 સપ્ટેમ્બરે મહાનગર પાલિકાએ 8.95 રૂપિયામાં એન્ટિજેન કીટ ખરીદી હતી. હવે ફરીથી રેપિડ એન્ટિજેન ટેસ્ટ કીટ ખરીદવાની વિચારણા છે. કોરોનાની ત્રીજી લહેરની તૈયારીના ભાગ રૂપે રૂ. 6.48 ના દરે 5 લાખ એન્ટિજેન કીટ ખરીદવાનો ઠરાવ સ્થાયી સમિતિમાં લાવવામાં આવ્યો છે.

એન્ટિજેન કીટ સાથે દરરોજ 4000 ટેસ્ટ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ મહાનગર પાલિકાએ ઝડપી પરીક્ષણો, દવાઓ, હેન્ડ ગ્લોવ્સ વગેરે ખરીદ્યા છે. આમ બીજી લહેરમાં તંત્રને જે અનુભવ થયો તેની શીખ લઈને કોર્પોરેશન દ્વારા ત્રીજી લહેરની તૈયારી અત્યારથી જ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Surat : લગ્નસરા અને તહેવારોની ખરીદી જોતા કાપડ માર્કેટમાં ફક્ત પાંચ દિવસનું જ દિવાળી વેકેશન

આ પણ વાંચો : Surat : દિવાળી નિમિત્તે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા એસ.ટી. વિભાગ દ્વારા વધારાની બસો દોડાવાશે

Next Article