Surat : પીએમ મોદીના જન્મદિને ગ્રાન્ડ ઇવેન્ટ “નમોત્સવ” નું સુરતના આંગણે આયોજન

|

Sep 16, 2021 | 7:13 AM

વડનગરથી વડાપ્રધાન સુધીનું નરેન્દ્ર મોદીના જીવનની યાત્રા લોક કલાકાર સાંઈરામ દવે ગીતો અને વાતોના માધ્યમથી મંચ પર જીવંત કરશે

Surat : પીએમ મોદીના જન્મદિને ગ્રાન્ડ ઇવેન્ટ નમોત્સવ નું સુરતના આંગણે આયોજન
Surat: PM Modi's birthday grand event "Namotsav" organized in Surat

Follow us on

લોક કલાકાર સાંઈરામ દવેની પ્રસ્તુતિમાં નમોત્સવ(Namotsav ) કાર્યક્રમનું આયોજન પીએમ નરેન્દ્ર મોદીના(PM Narendra Modi ) જન્મદિવસ પર કરવામાં આવ્યું છે. આખા ગુજરાતમાં દરેક ગામના રામ મંદિરની સાથે સુરતમાં પણ નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભગવાન રામની આરતી, કરીને વડાપ્રધાન ના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટેની પ્રાર્થના કરવામાં આવશે.

નમોત્સવ કાર્યક્રમમાં કેકની જગ્યાએ 71 કિલોની જલેબીનું કટિંગ કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ માટે લઈને ભાજપના કાર્યકર્તાઓની, સમર્થકોની સાથે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે સમગ્ર ભારતમાં કોઈ વડાપ્રધાનનો જન્મદિવસ આ રીતે નહિ ઉજવાયો હોય તે પ્રકારનું આયોજન સુરતના આંગણે કરવામાં આવ્યું છે.

વડનગરથી વડાપ્રધાન સુધીનું નરેન્દ્ર મોદીના જીવનની યાત્રા લોક કલાકાર સાંઈરામ દવે ગીતો અને વાતોના માધ્યમથી મંચ પર જીવંત કરશે. સાથે જ કલાકારો ભારત અને ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાના દર્શન કરાવવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

650 વ્યક્તિઓ પ્રત્યક્ષ અને 10 લાખ લોકો ઓનલાઈન કાર્યક્રમ નિહાળશે

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ફેસબુક પેજ પર આખો કાર્યક્રમ લાઈવ દર્શાવવામાં આવશે. સાથે જ કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને 650 વ્યક્તિઓ પ્રત્યક્ષ આ કાર્યક્રમ રૂબરૂ નિહાળી શકશે.

71 વિદ્યાર્થીઓને લેવામાં આવશે દત્તક

આ કાર્યક્રમ થકી ફક્ત જન્મદિવસની ઉજવણી જ નહીં પણ સમાજને પ્રેરણા મળે તેવું સામાજિક કાર્યક્રમ પણ કરવામાં આવશે. મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળાઓમાં અભ્યાસ કરતા 71 બાળકોને દત્તક લેવામાં આવશે કે જેઓ સીએ બનવા માંગે છે. આ બાળકોના સીએનો અભ્યા પૂર્ણ થાય ત્યાં સુધીનો તમામ ખર્ચ સામાજિક અગ્રણીઓ અને સંસ્થાઓ ભોગવશે.

કેક નહિ પણ 71 કિલોની જલેબીનું થશે કટિંગ

સામાન્ય રીતે જન્મદિવસના અવસરે કેક કટિંગ કરીને સેલિબ્રેશન કરવામાં આવતું હોય છે. પણ પીએમ મોદીના જન્મદિવસે કેક નહિ પરંતુ 71 કિલોની વિશાળ જલેબી બનાવવામાં આવી છે. જેનું કટિંગ કરવામાં આવશે. આ જલેબીને તે બાદમાં અનાથાશ્રમનાં બાળકોને વહેંચવામાં આવશે. આમ પહેલીવાર અનોખો કાર્યક્રમ સુરતમાં યોજાવા જઈ રહ્યો છે. સમગ્ર કાર્યક્રમ પાલ  ખાતેના સંજીવકુમાર ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Surat : ગણેશભક્તિની સાથે દેશભક્તિ : મંડપમાં છવાયો ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓનો જાદુ

 

આ પણ વાંચો : Surat : ચા ના દ્રાવણથી બનાવ્યું પીએમ નરેન્દ્ર મોદીનું અનોખું પેઇન્ટિંગ

Next Article