Surat : સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત હોસ્ટેલનું વડાપ્રધાન મોદીનાં હસ્તે ભૂમિ પૂજન કરાશે

|

Oct 11, 2021 | 7:04 AM

સુરતમાં નિર્માણ થનાર આ હોસ્ટેલ સંકુલ એ પટેલ સમાજ માટે ખુબ મહત્વનું સાબિત થશે. આ હોસ્ટેલ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી થશે.

Surat : સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત હોસ્ટેલનું વડાપ્રધાન મોદીનાં હસ્તે ભૂમિ પૂજન કરાશે
Surat: PM Modi will pay homage to the hostel built by Saurashtra Patel Seva Samaj

Follow us on

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ(Saurastra Patel Seva Samaj ) દ્વારા સુરત ખાતે રૂ.200 કરોડના ખર્ચે હોસ્ટેલ (Hostel )સંકુલનું નિર્માણ થશે. જેનું વિજયા દશમીના દિવસે એટલે કે 15 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હોસ્ટેલ સંકુલનું ભૂમિપૂજન કરશે. આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ મંત્રીઓ પણ હાજર રહેવાના છે.

પ્રથમ ફેઝમાં 1000 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા માટે જમીન બાંધકામ સહિત તમામ સુવિધાઓ અને વ્યવસ્થા માટે અંદાજે 130 કરોડ રૂપિયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. .જયારે બીજા ફેઝમાં 500 બહેનો માટે હોસ્ટેલ સુવિધા માટે જમીન વગર તમામનો અંદાજિત ખર્ચ રૂ.70 કરોડ થશે.

આમ કુલ 200 કરોડના પ્રોજેક્ટમાં દાતાઓ અને શ્રેષ્ઠિઓ તરફથી દાન આપવામાં આવ્યું છે. હાંસોટલ પ્રોજેક્ટ-1ના ખાતમુહૂર્ત સમારોહમાં ભુમીપુજન માટે વલ્લભ લાખાણી ઉપસ્થિત રહેવાના છે. ઉપરાંત ભુમીપુજન વિધિમાં મુખ્ય નામકરણના દાતા, અતિથિ ગૃહના દાતા, રિસેપશન એરિયાના દાતા, વાંચનાલયના દાતા, પુસ્તકાલયના દાતા, ભોજનાલયના દાતા તથા કારકિર્દી માર્ગદર્શન કેન્દ્રના દાતા પણ હાજર રહેશે.

Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ

સૂર એ સૌરાષ્ટ્રવાસીઓ માટે મહત્વનું કેન્દ્ર છે. ત્યારે ગુજરાતભરમાંથી અને મુંબઈમાંથી વગેરે મોટી સંખ્યામાં પટેલ સમાજના વિવિધ આગેવાનોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતના સૌથી નાના યુવા ધનિક શાશ્વત નાકરાણી પણ હાજર રહેવાના છે. તેઓ હજી 3 વર્ષ પહેલા 2018માં શરૂ કરાયેલા પ્લેટફોર્મ ભારત પે ના તેઓ કો ફાઉન્ડર છે.

સુરતમાં નિર્માણ થનાર આ હોસ્ટેલ સંકુલ એ પટેલ સમાજ માટે ખુબ મહત્વનું સાબિત થશે. આ હોસ્ટેલ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી થશે. સુરત ઉપરાંત ગામડાના ગરીબ પરિવારના બાળકોને સીએ, સીએસ કે સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારી માટે આ હોસ્ટેલ સંકુલ મદદરૂપ સાબિત થશે.

હોસ્ટેલ સંકુલમાં નિર્માણ થનારા પુસ્તકાલય અને કારકિર્દી માર્ગદર્શન સેન્ટર કે સરકારી સહાય માર્ગદર્શન સેન્ટરનો નેટ જાતના ભેદભાવ વગર તમામ સમાજના લોકો અને વિદ્યાર્થીઓ લાભ લઇ શકશે. કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ અને પાટીદાર ગેલેરી તમામ સમાજને માટે ખુલ્લી છે.દશેરાના દિવસે પીએમ મોદી વિડીયો કોંફ્રેન્સથી જોડાશે. અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે હોસ્ટેલ સંકુલના ફેજ 1 નું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

2023માં હોસ્ટેલ ફેજ-1 અને 2024ના અંત સુધીમાં હોસ્ટેલ ફેજ 2 તૈયાર થઇ જશે. જેમાં 1000 ભાઈ અને 500 બહેનો માટે હોસ્ટેલની સુવિધાઓ હશે. સૌરાષ્ટ્ર પટેલ સમાજ સુરતનું 2030 સુધીમાં 5 હજારને સરકારી નોકરીનું લક્ષ્યાંક છે. આ હોસ્ટેલમાં સ્પર્ધતનક પરીક્ષાઓ માટે તાલીમ વર્ગો, જીપીએસસી, યુપીએસસી માટે ખાસ વ્યવસ્થા સાથે તાલીમ અને માર્ગર્શન આપવામાં આવશે.

આ પણ વાંચો: નિરાધાર શિવાંશને હવે કોને સોંપવામાં આવશે? જાણો શું કહ્યું ગુહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ

આ પણ વાંચો: રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે કહ્યું, “હર્ષ સંઘવી અમારા આઇકોનિક સ્ટાર છે”

Next Article