Surat: રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરવા હવે પાલિકા એક ડગલુ આગળ વધી, પશુઓમાં માઈક્રો ચીપ લગાવવાનું આયોજન

|

Sep 03, 2021 | 6:31 PM

દંડથી બચવા માટે કેટલાક પશુપાલકો દ્વારા પશુઓનું ટેગિંગ કાઢી નાંખવામાં આવે છે અને આવા ઘણા કેસો પણ નોંધાય છે. જેને પગલે પાલિકાએ આ નીતિને ફરી એકવાર રિવાઈઝ કરવાનો વારો આવ્યો છે. 

Surat: રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરવા હવે પાલિકા એક ડગલુ આગળ વધી, પશુઓમાં માઈક્રો ચીપ લગાવવાનું આયોજન

Follow us on

સુરત (Surat)માં રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરવા હવે પાલિકા એક કદમ આગળ વધી રહી છે. રખડતા ઢોરોના ત્રાસમાંથી છુટકારો મેળવવા માટે હવે સુરત મહાનગરપાલિકા માઈક્રો ચીપ લગાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ ચિપ હશે રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન ડિવાઈસ. RFID આ ડિવાઈઝથી પશુઓ આ પહેલા પકડાયા છે કે નહીં તેની જાણકરી મળી શકશે. તેમજ દંડ વસુલવામાં પણ મદદ કરશે.

 

 

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પાલિકા દ્વારા પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી વખત એક ને એક જ ઢોર પકડાય તો માલિકને નહીં આપતા તે ઢોરને હંમેશા પાંજરાપોળમાં મોકલી દેવામાં આવે છે. જોકે આ નીતિ રીતિ અને પોલીસીના હજી સુધી કોઈપણ હકારાત્મક પરિણામો જોવા મળ્યા નથી અને એટલા માટે જ હવે આ તમામ સમસ્યાઓના ત્રાસથી છુટકારો મેળવવા હવે પશુપાલકો પાસે રહેલા ઢોરોનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરીને પાલિકા દ્વારા આ પશુઓને માઈક્રો ડિવાઈઝ ચિપ લગાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

 

 

સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા શહેરમાં વસવાટ કરતા પશુપાલકોના કબ્જા હેઠળના ઢોર પૈકી અત્યાર સુધી ફક્ત 24,321 પશુઓનું રજીસ્ટ્રેશન થયું છે અને આ કામગીરી વર્ષોથી ચાલી રહી છે પણ જોઈએ એટલી સફળતા મળી નથી. જેની પાછળ જવાબદાર પશુપાલકો જ હોવાનું કોર્પોરેશનના અધિકારીઓ જણાવી રહ્યા છે.

 

પાલિકાના માર્કેટ વિભાગના જણાવ્યા પ્રમાણે ગાય, બળદ, સાંઢ, પાડા કે વાછરડા પકડાય તે નિયમ મુજબ દંડ વસુલવામાં આવે છે. આ માટે પશુઓનું ટેગિંગ કરવામાં આવ્યું છે. પરંતુ દંડથી બચવા માટે કેટલાક પશુપાલકો દ્વારા પશુઓનું ટેગિંગ કાઢી નાખવામાં આવે છે અને આવા ઘણા કેસો પણ નોંધાય છે. જેને પગલે પાલિકાએ આ નીતિને ફરી એકવાર રિવાઈઝ કરવાનો વારો આવ્યો છે.

 

સુરત મહાનગરપાલિકાની નવી પોલિસી પ્રમાણે જૂની પોલિસીમાં કેટલીક ખામીઓ રહી ગઈ છે. પશુઓનું એકવાર રજીસ્ટ્રેશન કરી દીધા બાદ પશુપાલકો ટેગ હટાવી દે છે. જોકે થોડા સમય બાદ આ ટેગ પશુઓ પરથી નીકળી ગયા હોવાનું બહાર આવ્યું છે. જેથી હવે પશુઓના શરીરમાં જ ઈન્જેક્શનથી માઈક્રો ટેગ ઈન્સર્ટ કરવામાં આવશે અને નવી RFID પોલિસી વિચારણા હેઠળ હોવાનું તેઓએ ઉમેર્યું છે.

 

 

આ પણ વાંચો : Surat: ત્રીજી લહેરના ડરે શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓને મોકલવા ફક્ત 24 ટકા વાલીઓ જ તૈયાર

 

આ પણ વાંચો : Surat: લૂંટ, અપહરણ સહિત અનેક ગુનાઓને અંજામ આપનાર ગાજીપરા ગેંગના ખૂંખાર આરોપી પોલીસના સકંજામાં

Next Article