Surat : પાંડેસરા પોલીસ (police) સ્ટેશન વિસ્તારમાં હોળી-ધુળેટીના (holi)તહેવાર દરમ્યાન કુલ 06 બાળકો (Children) મળી આવેલ, SHE Team દ્વારા તાત્કાલીક બાળકોના વાલી વારસા શોધી તેમની સાથે મિલન કરાવવામાં આવ્યું.સુરત શહેરમાં અને તેમાં પણ કેટલાક એવા વિસ્તારો જયાં ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર બાળકો ગુમ થવાની ફરિયાદો સતત અવારનવાર બનતી રહેતી હોય છે. ત્યારે આ મામલાને ગંભીરતાથી લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા ખાસ કરીને દરેક પોલીસ સ્ટેશનોને બાળકો ગૂમ થવા બાબતે ફરિયાદને ધ્યાનથી લઇ કામગીરી કરવા માટે સૂચના કરે છે. તે દરમિયાન માત્ર એક જ દિવસ એટલે કે ધૂળેટીના તહેવારના દિવસે પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર એક નહિ બે નહિ પણ 6 જેટલા નાના બાળકો ગુમ થયાની ફરિયાદ મળતાની સાથે જ પોલીસ દ્વારા અલગ-અલગ પીસીઆર વાન અને પોલીસની ટીમ દ્વારા છ બાળકોને પોતાના વાલી વારસને શોધી અને બાળકોને સહીસલામત પરત કર્યા હતા.
દક્ષિણ ગુજરાત અને તેમાં પણ સુરત શહેરમાં નાના બાળકો સાથેની જે ઘટનાઓ જ ગંભીર બને છે. તેને ધ્યાનમાં રાખીને એક બાજુ સરકાર પણ ચિંતિત છે. ત્યારે બીજીબાજુ સ્થાનિક પોલીસ પણ ચિંતિત છે. કારણ કે નાના બાળકો અચાનક ગુમ થઈ જતા હોય છે અને, આવા કિસ્સાઓમાં કયારેક કોઇ મોટી દુર્ઘટના બની જાય છે. સાથે નાના બાળકોના અપહરણની ઘટના પણ સતત બનતી હોય છે. જેથી ખાસ કરીને સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર જેવા કે ઉધના પાંડેસરા સચીન જીઆઇડીસી હજીરા ઈચ્છાપુર આ વિસ્તારની અંદર PCR વાન અને સ્થાનિક પોલીસને સતત વોચ રાખવા માટે અને જો નાના બાળકો મળી આવે તો તેમની તાત્કાલિક તપાસ કરી અને પોતાના વાલીવારસા માટે તપાસ શરૂ કરવાની સૂચના કરી છે.
મહત્વની વાત એ છે કે સુરતના પાંડેસરા વિસ્તારમાં એક જ દિવસની અંદર ધુળેટીના દિવસે પણ અલગ અલગ વિસ્તારોમાંથી બાળકો મળી આવવાની સાથે જ સુરત પીસીઆર દ્વારા અને સુરત પોલીસ દ્વારા શરૂ કરાયેલા ટીમ બાળકોના નિવેદનો લઇ અને પોતાના માતા-પિતા સુધી પરત કરવાની કામગીરી કરી હતી.
આ પણ વાંચો : જામનગર : કૃષિ મંત્રીએ ખીજડીયા ખાતે સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો પ્રારંભ કરાવ્યો
Published On - 10:40 pm, Sat, 19 March 22