Surat : કોવિડ સેન્ટરમાં માત્ર ગાદલા પાથરી દેવાયા, નથી કોઇ મેડિકલ સ્ટાફ કે નથી સાધનો

|

May 13, 2021 | 9:07 PM

તમામ ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા ગ્રામ પંચાયતોને સુચવવામાં આવ્યું છે. જાકે સુવિધાઓ અને મેડિકલ સ્ટાફના અભાવે ઓલપાડ સહિતના તાલુકાઓમાં સરકારની આ વાતોનો ફિયાસ્કો થયો જોવા મળી રહ્યો છે

Surat : કોવિડ સેન્ટરમાં માત્ર ગાદલા પાથરી દેવાયા, નથી કોઇ મેડિકલ સ્ટાફ કે નથી સાધનો
ઓલપાડના ઈશનપોર ગામના કોવિડ સેન્ટરમાં માત્ર ગાદલા પાથરી દેવાયા

Follow us on

સુરત શહેરની સાથે જિલ્લામાં પણ ગ્રામીણ સ્તરે કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કયું છે. જે અંતર્ગત તમામ ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા ગ્રામ પંચાયતોને સુચવવામાં આવ્યું છે. જાકે સુવિધાઓ અને મેડિકલ સ્ટાફના અભાવે ઓલપાડ સહિતના તાલુકાઓમાં સરકારની આ વાતોનો ફિયાસ્કો થયો જોવા મળી રહ્યો છે.

સુરત જિલ્લામાં કુલ ૫૬૭ ગ્રામ પંચાયતો આવેલી છે જે પૈકી અમુક  વગદાર અને આર્થિક સધ્ધરતા ધરાવતી ગ્રામ પંચાયતોએ પોતાના ગામમાં કોવિડ કેર સેન્ટરો શરૂ કર્યા છે. અને શરૂ કરવામાં આવ્યા છે તો કોઈ  કામના નથી કેટલાક ગામોમાં સરકાર અને સ્થાનિક નેતાઓને સારૂ લગાડવા શાળાઓમાં ગાદલા અને ઓશિકા પાથરી દેવામાં આવ્યા છે. ઓલપાડના ઈશનપોર ગામ તેનું જીવંત ઉદાહરણ છે. જિલ્લા કોîગ્રેસના નેતાઓએ ત્યાં મુલાકાત લેતા ભાંડો ફુટ્યો હતો. આ ઉપરાંત સામુહિક આરોગ્ય કે્ન્દ્રોમાં જરૂરી ઈન્જેકસન, કીટ સહિતનો જથ્થો પુરો પાડવામાં આવતો નથી.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શાળા કે સમાજની વાડીમાં લોક ભાગીદારીથી કોવિડ કેર સેન્ટર શરુ કરવા સરકાર દ્વારા જણાવ્યું છે. સરકાર કોઈ ફાળો આપવાની નથી લોકો પાસેથી ફંડ ઉઘરાવી ગ્રામ પંચાયતોને સેવા કરવાનું કહી તેમના માથે ઢોળી દેવામાં આવ્યુ છે કોવિડ કેર સેન્ટરમાં ખાટલા, ગાદલા, હવાની અવર જવર માટે પંખા, પાણીની સગવડ, મેડીસીનની કીટ, બીપી માપવાનું મશીન. થર્મલ ગન. સહિતના સાધનો રાખવાના હોય છે. પણ મોટા ભાગના ગામડાઓમાં કોવિડ કેર સેન્ટરો  શોભાના ગાંઠિયા સમાન પુરવાર થયા છે. સરકારની કોઈ સુવિધા ન મળતા મોટાભાગના સેન્ટરો ગ્રહણ નડી રહ્યુ છે. અને સુવિધાના અભાવે લોકો દાખલ થતા નથીનો બળાપો સ્થાનિક લોકો વ્યકત કરી રહ્યા છે જેથી ગ્રામીણ વિસ્તારમાં વકરતી મહામારી વચ્ચે સરકારની વાતોનો ફિયાસ્કો થઈ રહ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કોરોનાની બીજી લહેરમાં તંત્ર ચેઈન તોડવા માટે તનતોડ મહેનત કરી રહ્યાં હોવાનું કહેવાય છે તેના ભાગરૂપે જિલ્લામાં કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યા છે. પરંતુ તબિબી સારવારના અભાવે આ પ્રયાસ સફળ થય તેમ જણાતુ નથી. જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય દર્શન નાયક સહિતના આગેવાનોઍ ગઈકાલે ઓલપાડના ઈશનપોરની લીધેલી મુલાકાતમાં માત્ર ગાદલા અને ઓશિકા જ જોવા મળયા હતા. ત્યાં કોવિડ કેર સેન્ટરમાં સુવિધાના અભાવે અથવા મેડિકલ સ્ટાફના અભાવે કોઈ જ દર્દી હતો નહી, દર્શન નાયકે કહ્યું કે સુવિધા ના અભાવે કોઈ દર્દી દાખલ થતા નખી કે પછી અહી રહેવા માંગતા નથી ગ્રામીણ વિસ્તારમાં સુવિધા મળે તો લોકો શહેરમાં સારવાર માટે આવવા રાજી નથી.

Next Article