SURAT : રાજયમાં ઑમિક્રૉનની દસ્તક, પરંતુ રેલવે વિભાગ-મનપા તંત્રની ઘોર બેદરકારી

|

Dec 06, 2021 | 12:59 PM

સુરત શહેરના શાકમાર્કેટ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશનના આ પ્રકારના દ્રશ્યો જોતા લાગી રહ્યું છે. આવનારા સમયમાં ગંભીર પરિસ્થિતિનો લોકોએ ભોગ બનવું પડશે. સાથે સાથે શહેરમાં સૌથી વધારે વેકિસનેશની પ્રક્રિયા કરનાર સુરત મહાનગર પાલિકા તંત્ર પણ અત્યંત બેદરકાર સાબિત થઈ રહ્યું છે.

SURAT : રાજયમાં ઑમિક્રૉનની દસ્તક, પરંતુ રેલવે વિભાગ-મનપા તંત્રની ઘોર બેદરકારી
સુરતમાં બેદરકાર તંત્ર

Follow us on

દુનિયાભરના સ્વાસ્થ્ય નિષ્ણાંતો કોરોનાના ઓમિક્રોનને કારણે ચિંતામાં મુકાયા છે. ત્યારે દરવિવારે એક જ દિવસે ઓમિક્રોનના વધુ 18 કેસો નોંધાયા છે. આ સાથે જ દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ 22 કેસો થયા છે. રવિવારના રોજ દિલ્હીમાં પહેલા કેસની પુષ્ટી થઈ હતી. જયારે મુંબઈમાં વઘુ 7 કેસોની પુષ્ટી થઈ હતી.

ત્યારે બીજી બાજુ ગુજરાતમાં સતત પાંચમાં દિવસે કોરોનાના 40થી વધુ કેસ નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં 17 દર્દી કોરોના પોઝીટીવ નોંધાયા છે. જ્યારે સુરત જિલ્લામાં કોરોનાથી એક દર્દીનું મોત નિપજ્યું છે. 2 શહેર અને 24 જિલ્લામાં એકપણ નવા કેસો નોંધાયા નથી.

બીજી સુરત મહાનગર પાલિકાની મોટી બેદરકારી સામે આવી છે. સુરત મહાનગર પાલિકા દ્વારા સુરત રેલ્વે સ્ટેશન બહારથી આવતા-જતાં લોકોનું ટેસ્ટીંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ ખરેખર શું મનપાની આ ટેસ્ટીંગની કામગીરી સફળ છે. કારણ કે સુરત શહેરના આટલા મોટા રેલ્વે સ્ટેશન પર માત્ર પાલિકાની એક જ ટીમ ટેસ્ટીંગ માટે રાખવામાં આવી છે. સુરત રેલ્વે સ્ટેશનમાં રોજના લાખોની સંખ્યામાં લોકોની અવજજવર રહે છે. તેઓ માટે સુરત મનપાની એક જ ટીમ ટેસ્ટીંગ કરે છે તે કેટલું યોગ્ય છે, તો કેટલાક લોકો ઉભા રહેવાની આળસમાં પાછલા બારણેથી સરકી જાય છે. મનપાની સાથે સાથે લોકો પણ બેદરકાર બની રહ્યા છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 27 હજાર 707ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 95 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 17 હજાર 263 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 349 એક્ટિવ કેસ છે, જેમાંથી 7 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 342 દર્દીની હાલત સ્થિર છે.

સુરત શહેરના શાકમાર્કેટ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશનના આ પ્રકારના દ્રશ્યો જોતા લાગી રહ્યું છે. આવનારા સમયમાં ગંભીર પરિસ્થિતિનો લોકોએ ભોગ બનવું પડશે. સાથે સાથે શહેરમાં સૌથી વધારે વેકિસનેશની પ્રક્રિયા કરનાર સુરત મહાનગર પાલિકા તંત્ર પણ અત્યંત બેદરકાર સાબિત થઈ રહ્યું છે.માટે સુરત મનપા પાલિકાએ રેલ્વે સ્ટેશન પર ટેસ્ટીંગની પ્રક્રિયા માટે ટીમ વધારવી અતિ આવશ્યક છે. જો એવું નહીં થશે તો લોકો ટેસ્ટીંગ કર્યા વગરના ચાલ્યા જશે ને પછી તેનું પરિણામ પણ ગંભીર આવે તો એમો કોઈ બે મત નથી. બીજી બાજુ લોકોએ પણ બેદરકાર બન્યા વગર બારોબાર ભાગી જવાને બદલે ટેસ્ટીંગ કરાવવું જોઈએ

 

Published On - 12:56 pm, Mon, 6 December 21

Next Article