Surat News : તહેવારો પૂર્વે મીઠાઈના વિક્રેતા પર આરોગ્ય વિભાગની તવાઈ, ભેળસેળની માત્રા જાણવા લેવાયા સેમ્પલ

|

Aug 13, 2021 | 3:26 PM

સુરતમાં તહેવારો પહેલા માવા અને મીઠાઈ વિક્રેતાઓને ત્યાં પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આકસ્મિક ચેકીંગ કરીને સેમ્પલો લેવામાં આવ્યા છે. અને અખાદ્ય માવા મીઠાઈ વેચનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.

Surat News : તહેવારો પૂર્વે મીઠાઈના વિક્રેતા પર આરોગ્ય વિભાગની તવાઈ, ભેળસેળની માત્રા જાણવા લેવાયા સેમ્પલ
Surat News: Municipal health department slapped before festivals: sweets vendors checked

Follow us on

Surat  શ્રાવણ મહિનો શરૂ થતા વિવિધ તહેવારોની પણ હવે શરૂઆત થઇ ગઈ છે. આગામી દિવસોમાં રક્ષાબંધન અને ગણપતિ મહોત્સવ જેવા તહેવારોની વણઝાર શરૂ થવાની છે. ત્યારે કેટલાક લેભાગુ તત્વો આ તકનો લાભ લઈને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. અને અખાદ્ય માવા તેમજ મીઠાઈઓ વહેવાનું કામ કરતા હોય છે. આવા તત્વો સામે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. અને તેમની સામે ચેકીંગ કરીને આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો હતો.

સુરત મનપાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આજે સવારથી અલગ અલગ ટિમો બનાવીને શહેરના ભાગળ વિસ્તારમાં માવા અને મીઠાઈ વિક્રેતાઓને ત્યાં સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. ભાગ વિસ્તારમાં 10 જેટલી દુકાનોને ત્યાં આકસ્મિક ચેકીંગ કરીને માવા અને મીઠાઈના સેમ્પલો લેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે તહેવારો પહેલા બજારમાં મીઠાઇઓનું વેચાણ શરૂ થઇ જતું હોય છે પરંતુ કેટલાક મીઠાઈ વિક્રેતાઓ અખાદ્ય મીઠાઈ અને માવા વેચે છે અને તહેવારોમાં આ તકનો લાભ ઉઠાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોય છે.

ત્યારે મનપા દ્વારા આજે આ દસ જેટલી દુકાનોમાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતા. અને તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. હાલ ફક્ત સેન્ટ્રલ ઝોનમાં જ આ કામગિરી કરવામાં આવી હતી. પણ આવનારા દિવસોમાં શહેરના અલગ અલગ ઝોનમાં પાલિકાની ટિમો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરીને સેમ્પલો લેવાની કામગીરી પણ કરવામાં આવશે.  નોંધનીય છે કે કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષથી રહેવારોની ઉજવણી ફિક્કી રહી હતી. પણ ચાલુ વર્ષે કોરોનાના કેસો ઓછા થતા બજારમાં રોનક આવી છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

તેમજ આરોગ્ય વિભાગના માથેથી પણ કોરોનાના કેસોની સંખ્યાનું ભારણ ઓછું થતા હવે આરોગ્ય વિભાગ ટિમ પણ પૂવર્વત રીતે કામગીરીમાં જોડાઈ છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા આ સરપ્રાઈઝ ચેકીંગને પગલે મીઠાઈ માવા વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ પણ વાંચો :

SURAT : રાજ્યનું પ્રથમ વોટર પ્લસ શહેર જાહેર થયું સુરત, જાણો સુરતમાં કેટલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે

Published On - 3:19 pm, Fri, 13 August 21

Next Article