સુરતના નાસિર નગર ડિમોલિશનન વિવાદમાં આવ્યો ટ્વીસ્ટ, જમીનના મૂળ માલિક વૃદ્ધાનો ચોંકાવનારો Video આવ્યો સામે

સુરતના નાસિર નગર ડિમોલિસન વિવાદમાં હવે નવો ટ્વીસ્ટ આવ્યો છે. જે મહિલા જમીનના મૂળ માલિક છે તેમનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમા મહિલા કહી રહ્યા છે કે તેમણે સ્કૂલ બનાવવા જમીન કોર્પોરેશનને દાનમાં આપી હતી અને હવે કહેવાતા આગેવાનો વિરોધના નામે પોતાના રોટલા શેકી રહ્યા છે. જો કે Tv9 આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી.

સુરતના નાસિર નગર ડિમોલિશનન વિવાદમાં આવ્યો ટ્વીસ્ટ, જમીનના મૂળ માલિક વૃદ્ધાનો ચોંકાવનારો Video આવ્યો સામે
| Edited By: | Updated on: Jun 10, 2026 | 7:27 PM

સુરતના નાસિર નગરમાં કરાયેલા ભૂતિયા ડિમોલિશનના રોજ એક બાદ એક ચોંકાવનારા ખૂલાસા થઈ રહ્યા છે. પહેલા કોઈ જ અધિકારીઓ વિના અને આદેશ વિના રાતોરાત ભૂતિયા ડિમોલિશન કરી દેવાયુ. જે બાદ વિરોધનો વંટોળ વધ્યો છે. હવે જમીનના મૂળ માલિક વૃદ્ધ મહિલાનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમા વૃદ્ધા વિરોધ કરનારાઓના વિરોધમાં નિવેદન આપતા જોવા મળ્યા છે. જો કે આ વીડિયો બિલ્ડરે વદ્ધાના ઘરે ગયા બાદ લેવાયો હોવાની પણ ચર્ચા છે.

વીડિયોમાં શું કહ્યુ વૃદ્ધાએ?

હાલ જે વીડિયો સામે આવ્યા છે તેમા જમીન માલિક વૃદ્ધા કહી રહ્યા છે સુરત જિલ્લાના બ્રિજ પાસે અમારી જમીન આવેલી છે. અમારી જમીન સ્કૂલ બનાવવા માટે કોર્પોરેશનને દાનમાં આપી હતી. જે બાદ મહિલાએ કહ્યુ કે કહેવાતા આગેવાનો વિરોધના નામે પોતાના રોટલા શેકી રહ્યા છે. જમીનનો કબજો લેવા પાલિકાએ ડિમોલિશન કર્યાનો દાવો કરાયો છે. વાયરલ વીડિયોમાં વૃદ્ધાના નિવેદન બાદ અનેક શંકા ઉપજી રહી છે. જેમા બિલ્ડરે વૃદ્ધા પાસે બળજબરીથી વીડિયો બનાવડાવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ વૃદ્ધાનો કોઈ સંપર્ક થઈ નથી રહ્યો. વાયરલ વીડિયોની tV9 પુષ્ટિ કરતુ નથી.

SMC સહિત પોલીસની કામગીરી શંકાના ઘેરામાં

આ ભૂતિયા ડિમોલિશન બાદ રોજ નિત નવા ખૂલાસા થઈ રહ્યા છે. સુરતના નાસીરનગર ભૂતિયા ડિમોલિશન વિવાદમાં હવે નવા CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેના કારણે સમગ્ર મામલામાં સુરત પોલીસની ભૂમિકા પણ શંકાના ઘેરામાં આવી ગઈ છે. ફૂટેજમાં ડિમોલિશન પહેલાં પોલીસના કેટલાક ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર હોવાનું જોવા મળ્યું છે. અત્યાર સુધી SMCની બેદરકારી સ્પષ્ટપણે સામે આવી રહી હતી, પરંતુ હવે પોલીસની કામગીરી અંગે પણ સવાલો ઊભા થયા છે. CCTVમાં દેખાતા પોલીસકર્મીઓ સ્થાનિક લોકોને મકાનો ખાલી કરવા માટે આદેશ આપતા હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે સમગ્ર ઘટનામાં પોલીસની સંડોવણી અને જવાબદારી અંગે ચર્ચા તેજ બની છે.

અત્યાર સુધી માત્ર SMCની કામગીરી સવાલોના ઘેરામાં હતી, પરંતુ હવે સામે આવેલા CCTV ફૂટેજે સુરત પોલીસની ભૂમિકા પર પણ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. બીજી તરફ મનપાએ તપાસ સમિતિ રચી છે, જ્યારે પૂર્વ મંત્રી વિનુભાઈ મોરડિયાએ સમગ્ર તપાસ પ્રક્રિયા પર જ સવાલો ઉઠાવ્યા છે.

 

Published On - 7:27 pm, Wed, 10 June 26

Follow Us
Loading...
Unable to load recommendations.