દિવાળી (Diwali)નો તહેવાર પૂર્ણ થઈ ગયો છે અને દેશવાસીઓએ નવા વર્ષની ઉજવણી પણ કરી લીધી છે, ત્યારબાદ ભાઈબીજ પછી હવે છઠ પૂજાનો અવસર પણ નજીક છે. સુરત (Surat)ના ઘણા લોકો ખાસ છઠ પૂજાની ઉજવણી માટે ગામડે જાય છે, આવી સ્થિતિમાં સરકાર દ્વારા તેમના જવા માટે ખાસ સુવિધા કરવામાં આવે છે. દર વખતની જેમ આ વખતે પણ ગામમાં જતા લોકો માટે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે, જેની માહિતી સાંસદ દર્શના જરદોષે (Darshna Jardosh) પોતાની ફેસબુક પોસ્ટ પર આપી હતી.
તેમની ફેસબુક પોસ્ટમાં સાંસદે છઠ પર્વ નિમિત્તે દરેકને શુભેચ્છા પાઠવી અને કહ્યું, “છઠ પૂજા મેં ઘર જાયે કે બા નુ? જેના માટે બધી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. એવું તેમણે પોસ્ટમાં લખ્યું હતું. આ પછી તેમણે છઠના તહેવાર પર ગામ જવા માટે પશ્ચિમ રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલી વિશેષ ટ્રેનો વિશે દરેકને માહિતી આપી.
દર્શના જરદોશે તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે, દિવાળી અને છઠ પૂજા દરમિયાન સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે પશ્ચિમ રેલવેએ 30.11.2021 સુધી 173 ટ્રિપ્સ માટે કુલ 51 હોલિડે સ્પેશિયલ ટ્રેનોને સૂચિત કરી છે. ભારતીય રેલ્વે તમને તમારા પરિવાર સાથે તહેવારોની મોસમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.
40 હોલિડે સ્પેશિયલ ટ્રેનો સુરત/ઉધના ખાતે ઉભી રહેશે, જેનાથી પોતાના વતન જવાની મુસાફરી વધુ સરળ બનશે. યુપી, બિહાર, ઝારખંડ અને ગોવા તરફ જતી 7 ટ્રેનો સુરત/ઉધના/વલસાડથી દોડશે.
સુરત – હટિયા (ઝારખંડ) સુરત – કરમાલી (ગોવા)
સુરત સુબેદારગંજ (યુપી)
ઉધના – છપરા (બિહાર)
ઉધના – દાનાપુર (બિહાર)
સુરત – દાનાપુર (બિહાર) વલસાડ – ગોરખપુર (યુપી)
આ તમામ નિયમિત ટ્રેનો ઉપરાંત વધારાની ટ્રેનો છે જે સમયપત્રક મુજબ દોડે છે. આમ કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોષે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી આ બાબતની જાણકારી સોશિયલ મીડિયાના માધ્યમ થકી આપી હતી. જેથી મહત્તમ લોકો તેનો ફાયદો લઈ શકે. નોંધનીય છે કે દિવાળી પછી છઠ પૂજા માટે પોતાના વતન જનારા લોકોની સંખ્યા સુરતમાં સૌથી વધારે છે.
આ પણ વાંચો :Surat: ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મળ્યો હતો મૃતદેહ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
આ પણ વાંચો : Surat: મંત્રી મુકેશ પટેલને મળી પેટ્રોલ પંપ પર છેતરપિંડીની ફરિયાદ, પછી જે થયું તે જાણીને તમે પણ કહેશો ‘વાહ’