Surat : મેયરે સરથાણા નેચર પાર્કની મુલાકાત લીધી, ઈ-વેન શરૂ કરવા અને મુલાકાતીઓની વિઝીટ રસપ્રદ બનાવવા કર્યા સૂચન

|

Nov 01, 2021 | 10:28 PM

દિવાળીની રજાઓમાં જયારે લોકો નેચર પાર્કની સૌથી વધારે મુલાકાત લે છે ત્યારે યોગ્ય સુવિધા અને પ્રાણીઓની સંભાળ તેમજ લોકોની મુલાકાતને વધુ રસપ્રદ બનાવવા અને ઈ વાહનને ફરી શરૂ કરવા માટે પણ તેમણે સૂચનો કર્યા હતા.

Surat : મેયરે સરથાણા નેચર પાર્કની મુલાકાત લીધી, ઈ-વેન શરૂ કરવા અને મુલાકાતીઓની વિઝીટ રસપ્રદ બનાવવા કર્યા સૂચન
Surat - Mayor Zoo Visit

Follow us on

તાજેતરમાં જ મેયર (Mayor) હેમાલી બોઘાવાલાએ સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચરપાર્કની (Sarthana Nature Park) મુલાકાત લીધી હતી. નેચર પાર્કની વ્યવસ્થા અને કામગીરી માટે તેઓએ ઝૂ સુપ્રિટેન્ડન્ટ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ અંગે મીરે જણાવ્યું હતું કે ખાસ કરીને 81 એકરમાં ફેલાયેલ આ વિશાળ ઝૂમાં (Zoo) ફરવા આવતા લોકોને વધારે ચાલવું ન પડે તે માટે સુરત મનપા દ્વારા થોડા સમય પહેલા જ બેટરી ઓપરેટેડ વેન જવું વાહન મુકવામાં આવ્યું હતું. 

આ વાહન થોડા સમય માટે મુલાકાતીઓ માટે ચલાવવામાં આવ્યું હતું. પરંતુ તે પછી તેનો કોઈ ઉપયોગ નહીં કરાતા તે ધૂળ ખાઈ રહ્યું હતું. મેયરે જયારે સરથાણા નેચર પાર્કની વિઝીટ કરી ત્યારે પણ આ વાહન ધૂળ ખાતું નજરે ચડતા મેયરે ખુલાસો પૂછીને આ ઈ-વ્હીકલ વાહન તાકીદે શરૂ કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. આ વાહન ફરીથી ચાલુ કરીને મુલાકાતીઓ માટેની સગવડ માટે કાર્યરત કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા હતા.

આ વાહનના ઓપરેશન મેઇન્ટેનન્સ માટે કોઈ ટેન્ડર ઓફર નહીં મળી હોવાનું ઝૂના અધિકારીઓએ મેયરને જણાવ્યું હતું. તેના જવાબમાં મેયરે કહ્યું હતું કે ફરીથી પ્રયત્નો કરો અને નીતિ નિયમોમાં છૂટછાટ સાથે પણ એજન્સી શોધવાના પ્રયાસ કરો. લોકો માટેની સગવડ ફરી શરૂ થાય અને ખાસ કરીને જે ઉંમર લાયક મુલાકાતીઓ હોય છે અથવા નાના બાળકો છે, તેમને આવા વાહનોથી ખુબ ફાયદો થઇ શકે તેમ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે પ્રાણી સંગ્રહાલયના ભોજનની વ્યવસ્થા, ફૂડ ડિસ્ટ્રીબ્યુશન સહિતની આખી પ્રક્રિયા પણ તેમણે જાણી હતી. નેચર પાર્કમાં એક વાઘનું બચ્ચું અસ્વસ્થ છે, જેથી તેના સારવાર માટે લેવામાં આવતી તકેદારી સહિતના મુદ્દે પણ ઝૂ ઓથોરિટી સાથે ચર્ચા કરવામાં આવી છે. દિવાળીની રજાઓમાં જયારે લોકો નેચર પાર્કની સૌથી વધારે મુલાકાત લે છે ત્યારે યોગ્ય સુવિધા અને પ્રાણીઓની સંભાળ તેમજ લોકોની મુલાકાતને વધુ રસપ્રદ બનાવવા અને ઈ વાહનને ફરી શરૂ કરવા માટે પણ તેમણે સૂચનો કર્યા હતા.

 

આ પણ વાંચો : વકીલે પોલીસને કરાવ્યું કાયદાનું ભાન, ટ્રાફિક નિયમના ભંગ બદલ PSIને સ્થળ પર જ ભરાવ્યો દંડ

આ પણ વાંચો : SURAT : નશાના કાળા કારોબારનો પર્દાફાશ, પોલીસે 1 કિલો અફીણ, 9 કિલો ગાંજા સાથે ત્રણને ઝડપી પાડ્યા

Published On - 2:35 pm, Mon, 1 November 21

Next Article