સુરત મનપાનું પેપરલેસ વર્ક સક્સેસફૂલ, 9 મહિનામાં ડિજિટલ એજન્ડા મોકલાવી બચાવ્યા 60 લાખ રૂપિયા

|

Oct 05, 2020 | 1:33 PM

સુરત મહાનગરપાલિકાની સ્થાપના થઇ ત્યારથી લઈને અત્યારસુધી મનપાની મળતી તમામ સમિતિઓના એજન્ડા કોર્પોરેટરો કે અધિકારીઓને હાથોહાથ એટલે કે કાગળ પર જ આપવામાં આવતા હતા. પણ છેલ્લા કેટલાક સમયથી સુરત મનપા ડિજિટલાઈઝેશન તરફ વળી છે. અને હવે પાલિકા કાગળના બદલે કોર્પોરેટરો કે અધિકારીઓને આ સમિતિના એજન્ડા ઓનલાઈન જ આપતી થઈ છે. આવી રીતે સુરત મનપાએ પોતાની […]

સુરત મનપાનું પેપરલેસ વર્ક સક્સેસફૂલ, 9 મહિનામાં ડિજિટલ એજન્ડા મોકલાવી બચાવ્યા 60 લાખ રૂપિયા

Follow us on

સુરત મહાનગરપાલિકાની સ્થાપના થઇ ત્યારથી લઈને અત્યારસુધી મનપાની મળતી તમામ સમિતિઓના એજન્ડા કોર્પોરેટરો કે અધિકારીઓને હાથોહાથ એટલે કે કાગળ પર જ આપવામાં આવતા હતા. પણ છેલ્લા કેટલાક સમયથી સુરત મનપા ડિજિટલાઈઝેશન તરફ વળી છે. અને હવે પાલિકા કાગળના બદલે કોર્પોરેટરો કે અધિકારીઓને આ સમિતિના એજન્ડા ઓનલાઈન જ આપતી થઈ છે. આવી રીતે સુરત મનપાએ પોતાની તિજોરીના 60 લાખ રૂપિયા બચાવી લીધા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સુરત મહાનગરપાલિકા બન્યાને 54 વર્ષ જેટલો સમય થઈ ગયો છે ત્યારથી લઈને અત્યારસુધી કોર્પોરેશનની સ્થાયી સમિતિથી લઈને 11 સમિતિના એજન્ડા મ્યુનિસિપલ સેક્રેટરી વિભાગના કર્મચારી દરેક કોર્પોરેટરો અને સંબંધિત અધિકારીઓને હાથોહાથ પહોંચાડતા હતા. પણ છેલ્લા કેટલાક સમયથી આ પ્રથા બંધ કરીને હવે હાર્ડ કોપીના બદલે આ એજન્ડા ઓનલાઈન જ મોકલવામાં આવે છે.

પાલિકા દ્વારા એક ખાસ એપ્લિકેશન બનાવવામાં આવી છે. જેમાં જે કોર્પોરેટર જે સમિતિનો સભ્ય હોય તેમાં જઈને તે સમિતિનો એજન્ડા જોઈ શકે છે. મોબાઈલ એપ્લિકેશન ઉપરાંત દરેક સભ્યને અલગ અલગ સમિતિના વોટ્સએપ ગ્રુપમાં પણ એડ કરવામાં આવ્યા છે. જેમાં પણ એજન્ડા મોકલવામાં આવે છે.

આમ હવે સુરત મનપા એક્દમ પેપરલેસ વર્ક તરફ વળી છે. હાર્ડ કોપીને બદલે એજન્ડા માટે સીધું જ ઓનલાઈન કોમ્યુનિકેશન શરૂ કરીને પાલિકાની તિજોરીના રૂપિયા પણ બચાવ્યા છે. છેલ્લા 9 મહિનામાં કોર્પોરેશને આવી રીતે 60 લાખ રૂપિયાની બચત કરી છે.

પેપરલેસ વર્ક થતા હજારો માનવ કલાકો અને પર્યાવરણની પણ રક્ષા કરી શકાઈ છે. અત્યારસુધી એજન્ડા કાઢવા માટે કરોડો રૂપિયાના કાગળો વપરાતા હતા. આ ઉપરાંત ઝેરોક્ષ મશીન, ઇન્ક, કર્મચારીઓને એજન્ડા પહોંચાડવા માટે આપવામાં આવતું આઉટડોર એલાઉન્સ વગેરે બંધ થતાં કોર્પોરેશનને આર્થિક બચત પણ થઈ છે.

આ પ્રયોગ સફળ થતા આગામી દિવસોમાં સભા સંચાલનના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે તેવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article