સુરત મનપાનું મિશન : જાન હૈ તો જહાં હૈ, સાંજે 7 પછી મહિલાઓનું ચૌટાબજાર બંધ રાખવા સૂચના

|

Sep 30, 2020 | 11:36 AM

સુરતમાં કોરોનાએ ફરી માથું ઊંચકતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. જુલાઈ મહિનાની જેમ જ હવે કોરોનાના કેસોમાં દરરોજ વધારો નોંધાઇ રહ્યો છે. મંગળવારે એક જ દિવસમાં સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના 311 કેસો સામે આવ્યા છે. આ સાથે જ મનપાએ કોરોનાના હોટ સ્પોટને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે, જેમાં મહિલાઓ માટે ભરાતા ચૌટાબજારને સાંજે 7 […]

સુરત મનપાનું મિશન : જાન હૈ તો જહાં હૈ, સાંજે 7 પછી મહિલાઓનું ચૌટાબજાર બંધ રાખવા સૂચના

Follow us on

સુરતમાં કોરોનાએ ફરી માથું ઊંચકતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. જુલાઈ મહિનાની જેમ જ હવે કોરોનાના કેસોમાં દરરોજ વધારો નોંધાઇ રહ્યો છે. મંગળવારે એક જ દિવસમાં સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના 311 કેસો સામે આવ્યા છે. આ સાથે જ મનપાએ કોરોનાના હોટ સ્પોટને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે, જેમાં મહિલાઓ માટે ભરાતા ચૌટાબજારને સાંજે 7 પછી બંધ રાખવાનો આદેશ સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે.

શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 28,871 પર પહોંચી ગઈ છે. કુલ મૃતકઆંક પણ 923 થઈ ગયો છે. આ સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ કેસ જિલ્લામાં સામે આવ્યા છે. છેલ્લા 9 જ દિવસમાં સૌથી વધુ 1043 કેસ નોંધાઇ ચુક્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સપ્ટેમ્બર મહિનામાં કોરોના કાબુમાં આવે તેવી મનપાની ગણતરી હતી પણ આ ગણિત ખોટું પડ્યું છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનો અમલ કરવામાં લોકોની ઉદાસીનતા તેમજ દરરોજ બહારગામના કારીગરોને કારણે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો નથી. શાકમાર્કેટ, ચૌટાબજાર, એપીએમસી માર્કેટ, ખાણીપીણીની લારીઓ પર ભીડ દેખાઈ રહી છે. ત્યારે હવે પાલિકાએ જાન હૈ તો જહાં હૈ ઝુંબેશ શરૂ કરી છે.

જેના ભાગરૂપે હવે સાંજે 7 પછી ચૌટાબજાર બંધ રાખવા મનપા કમિશનરે આદેશ આપ્યા છે. જો કોઈ વેપારી કે વ્યક્તિ દેખાશે તો તેમની સામે કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article