સુરતમાં કોરોના બાદ હવે મચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળાનો ખતરો, આરોગ્ય વિભાગ ઘોર નિદ્રામાં

|

Oct 07, 2020 | 4:44 PM

એક તરફ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કોરોનાને કંટ્રોલમાં કરવા માઈક્રો પ્લાનિંગ કરી રહ્યું છે. મોટાભાગનો સ્ટાફ આ કામગીરીમાં જોતરાયેલો છે તો બીજી તરફ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ફક્ત સિવિલ હોસ્પિટલની જ વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ અને ગેસ્ટ્રો મળીને કુલ 272 કરતા વધુ કેસો સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં […]

સુરતમાં કોરોના બાદ હવે મચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળાનો ખતરો, આરોગ્ય વિભાગ ઘોર નિદ્રામાં

Follow us on

એક તરફ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કોરોનાને કંટ્રોલમાં કરવા માઈક્રો પ્લાનિંગ કરી રહ્યું છે. મોટાભાગનો સ્ટાફ આ કામગીરીમાં જોતરાયેલો છે તો બીજી તરફ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ફક્ત સિવિલ હોસ્પિટલની જ વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ અને ગેસ્ટ્રો મળીને કુલ 272 કરતા વધુ કેસો સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 45, મેલેરિયાના 64, તાવના 118 અને ગેસ્ટ્રોના 45 કેસો નોંધાવા પામ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં અને જે સ્થળે પાણી ભરાયા હતા એ વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવની મોટી ફરિયાદો ઉઠી હતી.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેને આરોગ્ય વિભાગ નાથવામાં સંપૂર્ણ નિષ્ફ્ળ ગયું છે. ગંભીરતા એ પણ છે કે તાવ અને ઝાડા ઉલ્ટી થયા બાદ વેડરોડ અને વરાછાના બે વ્યક્તિના મોત પણ થયા છે.આમ કોરોના બાદ હવે શહેરમાં વકરી રહેલા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ સુરતના લોકો અને મનપાના આરોગ્ય વિભાગ સામે મોટો પડકાર ઉભો કર્યો છે. જો મનપા હવે આ રોગોને નાથવા પણ નક્કર કામગીરી શરૂ નહીં કરે તો કોરોના સિવાય આ રોગચાળો લોકોને પોતાના ભરડામાં લેવાનું શરૂ કરશે તો નવાઈ નહીં.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article