સુરત : દિવાળીમાં વતન જતા મુસાફરોની સંખ્યામાં વધારો, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર ભીડ

| Edited By: | Updated on: Nov 01, 2021 | 12:30 PM

હાલ સુરતના રેલવે સ્ટેશન પર વતન જતા મુસાફરોની સંખ્યામાં અધધ વધારો નોંધાયો છે. સુરત એક મીની ભારત તરીકેની ઓળખ ધરાવે છે. આ શહેરમાં ગુજરાતના વિવિધ શહેરો અને ગામડાઓ ઉપરાંત બહારના પરપ્રાંતિયોની સંખ્યા મોટી માત્રામાં વસવાટ કરે છે.

દિવાળીનો તહેવાર આવે એટલે લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરતા હોય છે. અને, લોકો પોતાના વતનમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. અને, ખાસ કરીને સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં મોટાભાગે બહારગામના લોકો વસવાટ કરતા હોય છે. ત્યારે આ બંને શહેરોમાંથી વતન જતા મુસાફરોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ત્યારે સુરત શહેરમાં તો બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ ઉમટી રહી છે.

હાલ સુરતના રેલવે સ્ટેશન પર વતન જતા મુસાફરોની સંખ્યામાં અધધ વધારો નોંધાયો છે. સુરત એક મીની ભારત તરીકેની ઓળખ ધરાવે છે. આ શહેરમાં ગુજરાતના વિવિધ શહેરો અને ગામડાઓ ઉપરાંત બહારના પરપ્રાંતિયોની સંખ્યા મોટી માત્રામાં વસવાટ કરે છે. ત્યારે દિવાળી પર હરકોઇ પોતાના વતન તરફ જવા દોટ મુકી રહ્યાં છે. સુરતમાંથી દરરોજ 1 લાખ કરતા પણ વધારે મુસાફરો વતન તરફ પ્રયાણ કરી રહ્યાં છે.

નોંધનીય છેકે કોરોના મહામારીને લઇને છેલ્લા બે વરસથી તહેવારોની ઉજવણી ફિક્કી પડી હતી. પરંતુ, આ વરસે દિવાળીને લઇને લોકોમાં ખાસ્સો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને, દરેક લોકો મનભરીને દિવાળીની મજા માણવાના રંગમાં દેખાઇ રહ્યાં છે.

 

આ પણ વાંચો : સુરેન્દ્રનગર : મૂળી તાલુકામાં એરંડાના પાકમાં કાળી ઇયળોનો ઉપદ્રવ, પાક નિષ્ફળ જાય તેવી ખેડૂતોને ભીતિ

આ પણ વાંચો :  Bhakti: ગૌપૂજાના અવસરે જાણો કે, ગાય માતામાં કેવી રીતે અને શા માટે થયો 33 કોટિ દેવતાઓનો નિવાસ ?