સુરત: હવે રસ્તા પર દોડશે પર્યાવરણ અને ઈંધણ બચાવતી ‘ગ્રીન બસ’

|

Sep 19, 2020 | 7:13 PM

સુરત શહેરના રસ્તાઓ પર પર્યાવરણની જાળવણી માટે ઈલેક્ટ્રિક બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત મહાનગર પાલિકાની દરખાસ્ત 300 બસની હતી, જો કે સરકારે 150 બસ મંજૂર કરી છે.પ્રથમ બસનું આજે સુરતમાં રંગ ઉપવન અને મક્કાઈ પૂલ વચ્ચે ટ્રાયલ રન થયું હતું. જેમાં મ્યુનિસિપલ કમિશનર અને મેયરે આ બસની પહેલી મુસાફરીનો લાભ લીધો હતો.ભારતના 64 […]

સુરત: હવે રસ્તા પર દોડશે પર્યાવરણ અને ઈંધણ બચાવતી ગ્રીન બસ

Follow us on

સુરત શહેરના રસ્તાઓ પર પર્યાવરણની જાળવણી માટે ઈલેક્ટ્રિક બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત મહાનગર પાલિકાની દરખાસ્ત 300 બસની હતી, જો કે સરકારે 150 બસ મંજૂર કરી છે.પ્રથમ બસનું આજે સુરતમાં રંગ ઉપવન અને મક્કાઈ પૂલ વચ્ચે ટ્રાયલ રન થયું હતું. જેમાં મ્યુનિસિપલ કમિશનર અને મેયરે આ બસની પહેલી મુસાફરીનો લાભ લીધો હતો.ભારતના 64 શહેરમાં 5,595 ઈલેક્ટ્રીક બસ ફાળવવા માટેનો નિર્ણય કર્યો હતો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ સુરત મ્યુનિ.એ શહેરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 300 ઈલેક્ટ્રીક બસની માગણી કરી હતી. જો કે સરકારે ઈલેક્ટ્રીક બસની સબસીડીની સ્કીમ હેઠળ ગુજરાત માટે 550 બસની ફાળવણી કરી છે. આ યોજના હેઠળ સુરત મ્યુનિ.ને 150 બસ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો.1.07 કરોડની એક બસ એવી 150 બસ માટે કેન્દ્ર સરકાર પ્રત્યેક બસ માટે 45 લાખની સબસીડી ચુકવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

થોડા દિવસ આ બસની ટ્રાયલ થયા બાદ બસને પરિવહન માટે મંજૂરી મળ્યા પછી શહેરના રસ્તા પર મુસાફરો માટે બસ દોડતી થશે. નજીકના ભવિષ્યમાં સુરતના રસ્તા પર ઈલેક્ટ્રીક બસ દોડતી દેખાશે. સુરતના રસ્તા પર ઈલેક્ટ્રીક બસ દોડતી થશે જેના કારણે લાખો લિટરના ઈંઘણની બચત થશે અને કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘટતા પર્યાવરણની જાળવણી પણ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:17 pm, Mon, 24 August 20

Next Article