Surat : પ્રજાના પોણા બે કરોડ રૂપિયા ગયા કચરામાં ! ધૂળ ખાઈ રહી છે કચરાપેટીઓ

|

Sep 10, 2021 | 5:32 PM

એડવાન્સ ટેક્સ ભરો અને મફત કચરાપેટી લઈ જાઓ. સુરત કોર્પોરેશનની આ યોજના ફેલ થઈ ગઈ છે. લોકો ડસ્ટબિન લઈને નથી જઇ રહ્યા. તેના કારણે વિવિધ ઝોન ઓફિસમાં 1.75 કરોડ રૂપિયાની ડસ્ટબિન કચરામાં પડી રહ્યા છે.

Surat : પ્રજાના પોણા બે કરોડ રૂપિયા ગયા કચરામાં ! ધૂળ ખાઈ રહી છે કચરાપેટીઓ
Surat: Corporation's plan to pay taxes and take away trash fails

Follow us on

સ્માર્ટ સિટીના ઘણા એવોર્ડ મેળવનાર સુરતમાં પ્રજાના પોણા બે કરોડ રૂપિયા કચરામાં પડ્યા છે. એડવાન્સ ટેક્સ ભરો અને મફત કચરાપેટી લઈ જાઓ. સુરત કોર્પોરેશનની આ યોજના ફેલ થઈ ગઈ છે. લોકો ડસ્ટબિન લઈને નથી જઇ રહ્યા. તેના કારણે વિવિધ ઝોન ઓફિસમાં 1 કરોડ 74 લાખ 80 હજાર 540 રૂપિયાની  79 હજાર 458 ડસ્ટબિન કચરામાં પડી રહ્યા છે.

2017-18માં સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત એડવાન્સ ટેક્સ ભરતા કરદાતાઓને પ્રોત્સાહન આપવા માટે મફત કચરાપેટી આપવાની સ્કીમ લાગુ કરવામાં આવી હતી. રાજ્ય સરકારના સહયોગથી મહાનગર પાલિકાએ પ્રતિ ડસ્ટબિન ભીના અને સૂકા કચરા માટે અલગ 220 રૂપિયાના હિસાબથી 1 લાખ 92 હજાર 256 કચરાપેટીઓ ખરીદી હતી.

વર્ષ 2017-18માં 1 લાખ, 22 હજાર, 852 લોકોએ એડવાન્સ ટેક્સ ભર્યો હતો. તેમાંથી 54 હજાર 992  લોકો જ કચરાપેટી લઇ ગયા હતા. મફત કચરાપેટી લઇ જવાની સુરત કોર્પોરેશનની યોજનામાં  કરદાતાઓને રસ નથી દેખાયો. જેના કારણે મહાનગર પાલિકાએ 57 હજાર ડસ્ટબિન વેચી કાઢ્યા છે અને હવે બાકી બચેલા ડસ્ટબિન ધૂળ ખાઇ રહ્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

2017 ના વર્ષમાં જ્યારે 54 હજાર 992  લોકો કચરાપેટી લઈ ગયા ત્યારે જ મહાનગર પાલિકાએ તેને વેચવાનો નિર્ણય કર્યો હતો. 57 હજાર દુકાનદારોને પ્રતિ ડસ્ટબીન 250ના હિસાબથી 1 કરોડ 42 લાખ 70 હજાર રૂપિયાની કચરાપેટીઓ વેચી કાઢવામાં આવી હતી. બાકી બચેલી કચરાપેટીઓ હવે વેચાવા લાયક પણ નથી રહી. 79 હજાર કચરાપેટી અલગ-અલગ ઝોનમાં આવેલી વોર્ડ ઓફિસમાં ધૂળ ખાઈ રહી છે. તેની હાલત એવી છે કે હવે કોઈ તેને મફત લેવા પણ તૈયાર નથી અને પ્રજાના પોણા બે કરોડ રૂપિયા કચરામાં જઈ રહ્યા છે.

આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે એડવાન્સ ટેક્સ ભરનારા અને તેમને ડસ્ટબિન ફ્રીમાં આપવાની યોજના બંધ કરવામાં આવી નથી. જે લોકો આવે છે તેને ડસ્ટબિન આપવામાં આવી રહી છે.

સ્થાયી સમિતિના સભ્યનું કહેવું હતું કે નથી એમ જ કચરામાં પડી રહ્યા છે તેના બદલે સ્લમ વિસ્તાર માટે મફત વિતરિત કરી દેવામાં આવે. જોકે મ્યુનિસિપલ કમિશનર દ્વારા હજી તેના પર ત્રણ મહિના પછી નિર્ણય લેવામાં આવશે ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમ, કચરા માટે ખરીદવામાં આવેલી કચરાપેટી ધૂળ ખાઈ રહી છે.

 

આ પણ વાંચો : Surat : ડાયમંડ સીટી સુરતમાં છે દેશના સૌથી મોંઘા 600 કરોડના શ્રી ગણેશ

આ પણ વાંચો : યુદ્ધની સ્થિતિ અને ઈમરજન્સી લેન્ડીંગ માટે રાજ્યમાં આ 2 હાઈવે પર એરસ્ટ્રીપ જેવી સુવિધા ઉભી કરવામાં આવશે

Next Article