Surat : એર ક્વોલિટી સુધારવા કોર્પોરેશન રૂ.487 કરોડ ખર્ચશે

|

Dec 02, 2021 | 1:02 PM

સુરત મનપા દ્વારા હાલમાં હવાના પ્રદુષણ મુદ્દે ફરિયાદો લેવા, તેના નિરાકરણ તેમજ માહિતી આપતી એક વેબસાઈટ પણ બનાવવામાં આવી છે. જે હાલમાં જ લોન્ચ કરવામાં આવી છે.

Surat : એર ક્વોલિટી સુધારવા કોર્પોરેશન રૂ.487 કરોડ ખર્ચશે
Air Pollution In Surat

Follow us on

દેશભરમાં હવાના પ્રદૂષણનો (Air Pollution ) મુદ્દો ગંભીર રીતે વધી રહ્યો છે. જે ચિંતાનો વિષય સાબિત થઇ રહ્યો છે. તાજેતરમાં જ પ્રસારિત થયેલા એક અહેવાલ પ્રમાણે હવાના પ્રદુષણને કારણે અનિયમિત વરસાદ અને ઋતુઓ થઇ રહી હોવાની ઘટના બની રહી છે. પ્રદૂષણના આ ઘટનાક્રમ થી સુરત શહેર(Surat City ) પણ બાકાત નથી. શહેરમાં પણ પ્રદૂષણનો મુદ્દો ગંભીર થઇ રહ્યો છે. 

ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા તેને નાથવા અને અટકાવવા ની દિશામાં પ્રયત્નો અને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હવામાં પ્રદુષણની માત્રા ઘટાડવા શું અને કેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેનો રિપોર્ટ કેન્દ્રમાં પણ આપવામાં આવી રહ્યો છે. એર ક્વોલિટી માટે સુરત મહાનગરપાલિકા આવનારા ચાર વર્ષમાં કુલ 487 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે.

જે પૈકી એક વર્ષમાં સુરત મનપા રૂપિયા 131 કરોડનો ખર્ચ કરશે. જેમાં પ્રદુષણની માત્રા ઘટાડવાના પ્રોજેક્ટ પર કામ કરવામાં આવશે. સુરત મનપા દ્વારા આગામી તારીખ 3 ડિસેમ્બરના રોજ એર ક્વોલિટી મોનીટરીંગ ઉપર ખાસ વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સુરતી આઇલેબમાં આ વર્કશોપ યોજવામાં આવશે. જેમાં શહેરમાં પ્રદુષણને નિયંત્રણમાં રાખવા માટે શું પગલાં લઇ શકાય એ અંગે ખાસ ચર્ચા કરવામાં આવશે. આ વર્કશોપમાં ટેરી , નેશનલ એર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સભ્યો પણ હાજર રહેશે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

શહેરમાં પ્રદુષણ નિયંત્રણ માટે કયા પેરામીટર્સ પર ધ્યાન અપાશે ?

–શહેરમાં ગ્રીન એરિયા કેટલો છે અને આ સ્પેસ વધારવા ભવિષ્યમાં શું આયોજનો છે ?
–એર મોનીટરીંગ સ્ટેશન વધારવામાં આવ્યા છે કે કેમ ?
–સોલિડ વેસ્ટ બર્નિંગ કરનાર સંસ્થા સામે શું પગલાં લેવાયા ?

મનપાએ ખાસ વેબસાઈટ લોન્ચ કરી

સુરત મનપા દ્વારા હાલમાં હવાના પ્રદુષણ મુદ્દે ફરિયાદો લેવા, તેના નિરાકરણ તેમજ માહિતી આપતી એક વેબસાઈટ પણ બનાવવામાં આવી છે. જે હાલમાં જ લોન્ચ કરવામાં આવી છે. આ વેબસાઈટ પર શહેરીજનો કે સંસ્થા હવાના પ્રદુષણ મુદ્દે ફરિયાદ કરી શકશે અને તેનો સ્ટેટ્સ રિપોર્ટ પણ જાણી શકશે. સાથે જ તમામ ફરિયાદોનો ઓટો મેઈલ જનરેટ થશે. જે કમિટીના તમામ સંસ્થાઓને મળી જશે.

આ પણ વાંચો : Surat : GST મામલે નાણામંત્રીએ વેપારીઓને કહ્યું સાંસદ અને મંત્રીને રજુઆત કરો

આ પણ વાંચો : Surat : ઓમિક્રોનનો ડર અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ કેન્સલ થતા ટુર્સ ટ્રાવેલ્સ કંપનીઓને નુકશાન

Next Article