Surat: 898 કરોડના ખર્ચે બનશે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, 28 માળના બે ટાવર હશે, આગામી દિવસમાં લેવાશે નિર્ણય

|

Nov 17, 2021 | 11:58 PM

ખટોદરા ખાતે જૂની સબ જેલની ખાલી પડેલી જગ્યામાં સુરત મહાનગરપાલિકાના નવા હેડક્વાર્ટર બિલ્ડીંગમાં વધારાનો મીટીંગ હોલ બનાવવામાં આવશે. કેન્ટીન, બેન્ક્વેટ હોલ, યોગા-ધ્યાન કેન્દ્ર, સીસીટીવી સર્વેલન્સ રૂમ, એવોર્ડ ડિસ્પ્લે ગેલેરી અને લાયબ્રેરી પણ સ્ટાફની સંખ્યા અનુસાર બનાવવામાં આવશે.

Surat: 898 કરોડના ખર્ચે બનશે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, 28 માળના બે ટાવર હશે, આગામી દિવસમાં લેવાશે નિર્ણય

Follow us on

સુરત મહાનગર પાલિકાની (Surat Municipal Corporation) જાહેર બાંધકામ સમિતિની બેઠક 20 નવેમ્બરના રોજ મળશે. આ બેઠકના એજન્ડામાં 22 પ્રસ્તાવ સામેલ છે. મુખ્ય દરખાસ્ત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા હેડક્વાર્ટર બિલ્ડિંગ માટે છે. ખટોદરા ખાતે જૂની સબ જેલની ખાલી પડેલી જગ્યામાં હેડક્વાર્ટરનું નવું બિલ્ડીંગ બનાવવામાં આવશે. આશરે રૂ. 898 કરોડ 91 લાખ 68 હજારના ખર્ચ સાથે બાંધકામ સંબંધિત દરખાસ્ત અંગે બાંધકામ સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

 

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

28 માળના બે ટાવર બનશે

ટીપી સ્કીમ નંબર 6 મજુરા-ખટોદરાના ફાઈનલ પ્લોટ નંબર 234, 235ની જગ્યાએ મહાનગરપાલિકાનું નવું હેડક્વાર્ટર બિલ્ડીંગ બનાવવામાં આવશે. આ આઈકોનિક બિલ્ડિંગમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ઓફિસો પણ કાર્યરત થશે. આ બિલ્ડીંગ 22, 100 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવશે. 28 માળના બે ટાવર બનાવવામાં આવશે.

 

દક્ષિણ ગુજરાતની સૌથી ઊંચી ઈમારત બનશે

આ ઈમારત દક્ષિણ ગુજરાત રાજ્યની સૌથી ઊંચી ઈમારત હશે અને દેશની સૌથી ઊંચી ઈમારતોમાંની એક હશે. આ બિલ્ડીંગ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ પર બનાવવામાં આવશે. કુલ સાઈટ એરિયા 22,563 ચોરસ મીટર હશે. સુરત મહાનગર પાલિકાની કચેરીઓ ટાવર-એમાં રહેશે.

 

આ બિલ્ડિંગની ઊંચાઈ 109.15 મીટર હશે. જ્યારે ટાવર-બીમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કચેરીઓ હશે. મ્યુનિસિપલ કચેરીઓમાં હાઈડ્રોલિક, હેડ વોટર વર્કસ, ડ્રેનેજ, બીઆરટીએસ, ટ્રાફિક સેલ, સ્લમ અપગ્રેડેશન સેલ, એફોર્ડેબલ હાઉસિંગ સેલ, સોલિડ વેસ્ટ, ગાર્ડન પ્રોજેક્ટ સેલ વગેરેનો સમાવેશ થશે.

 

મનપાની નવી કચેરીમાં યોગા અને મેડિટેશન સેન્ટર પણ બનશે 

ખટોદરા ખાતે જૂની સબ જેલની ખાલી પડેલી જગ્યામાં સુરત મહાનગરપાલિકાના નવા હેડક્વાર્ટર બિલ્ડીંગમાં વધારાનો મીટીંગ હોલ બનાવવામાં આવશે. કેન્ટીન, બેન્ક્વેટ હોલ, યોગા-ધ્યાન કેન્દ્ર, સીસીટીવી સર્વેલન્સ રૂમ, એવોર્ડ ડિસ્પ્લે ગેલેરી અને લાયબ્રેરી પણ સ્ટાફની સંખ્યા અનુસાર બનાવવામાં આવશે. કુલ રૂપિયા 898 કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકાની નવી કચેરી બનાવવામાં આવશે.

 

નવા બિલ્ડીંગના નિર્માણ બાદ મુગલસરાય સ્થિત તાજેતરના બિલ્ડીંગમાં સુમન સંચાલિત શાળાનો સ્ટાફ અને ટીચીંગ ઓફિસરનો સ્ટાફ, વિવિધ સ્થળોએ કાર્યરત આરોગ્ય વિભાગના ઘટકોનો સ્ટાફ અને આવા વિભાગો જે સીધા મુખ્ય મેનેજમેન્ટ બિલ્ડીંગ સાથે જોડાયેલ છે. આવા વિભાગો મુગલીસરા સ્થિત મુખ્ય કોર્ટમાં કાર્યરત રાખવામાં આવશે.

 

આ પણ વાંચો : Surat: RTOના ચોપડે રજિસ્ટર નથી થયા ફૂડ ટેમ્પો, આગામી દિવસોમાં કાર્યવાહીના એંધાણ

 

આ પણ વાંચો : Success Story: સડકથી સરહદ સુધી કેવી રીતે પહોંચ્યો સુરતનો આ યુવાન? રસ્તા પર ટ્રેનિંગ લઈ ભારતીય સેનામાં સેવા કરવાની મળી તક

Next Article