Surat Corporation: ચાર પદાધિકારીઓ માટે 77 લાખનાં ખર્ચે પાંચ ઈનોવા કારની દરખાસ્ત બાદ વિવાદ

|

Jul 07, 2021 | 3:46 PM

એક બાજુ સુરત મહાનગરપાલિકાની (Surat Municipal Corporation) તિજોરી તળિયા ઝાટક થઇ ગઈ છે. તો બીજી તરફ મેયર સહિત ચાર પદાધિકારીઓ અને મનપા કમિશનર માટે પાંચ ઈનોવા કાર પાછળ 77 લાખ રૂપિયા ખર્ચનો પ્રસ્તાવ કરવામાં આવશે.

Surat Corporation:  ચાર પદાધિકારીઓ માટે 77 લાખનાં ખર્ચે પાંચ ઈનોવા કારની દરખાસ્ત બાદ વિવાદ
સુરતમાં મેયર સહિતના પદાધિકારીઓ માટે કાર ખરીદવાનો વિચાર

Follow us on

Surat Corporation: સુરત મહાનગરપાલિકાના (Surat Municipal Corporation)  મેયર (Mayor) સહિત ચાર પદાધિકારીઓ અને મનપા કમિશનર માટે પાંચ ઈનોવા કાર ખરીદવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ કાર પાછળ 77 લાખ રૂપિયા ખર્ચ કરવાનો પણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.

એકતરફ પાલિકાની તિજોરી તળિયે છે. અને પાલિકા આવક વધારવાના સ્ત્રોત શોધી રહી છે. તો બીજી તરફ હવે 77 લાખના ખર્ચે પાંચ ઇનોવા કાર ખરીદવા શાસકો રૂપિયાનો ધુમાડો કરવા તૈયાર થયા છે. આ કાર મેયર,ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરમેન અને મહાનગર પાલિકા કમિશનર માટે ખરીદવામાં આવશે. ચાર ઈનોવા ગાડી જે છ વર્ષ 11 મહિના પહેલા 14 જુલાઈ 2014ના રોજ રજિસ્ટર કરવામાં આવી હતી.

મહાનગરપાલિકા તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ કાર પાછળ પાછલા પાંચ વર્ષમાં વારંવાર રિપેર કરવામાં આવી રહી છે. જેના પર વધારે ખર્ચો થઈ રહ્યો છે, તેના કરતાં સારું કે નવી કાર ખરીદવામાં આવે આ વિચાર શાસકો દ્વારા કરવામાં આવ્યો છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

મહાનગરપાલિકા ના શાસક પક્ષ નેતાની ગાડી 2007માં ખરીદવામાં આવી હતી. 14 વર્ષમાં તેમની કાર ત્રણ લાખ કિલોમીટર કરતાં પણ વધારે પડે છે. વારંવાર કાર ખરાબ થવાના કારણે આ કારને હટાવીને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે જ રીતે મેયર, સ્થાયી સમિતિ ચેરમેન, ડેપ્યુટી મેયર અને કમિશનરની કાર પણ vip વિઝિટર્સ, મહાનગરપાલિકા, ગુજરાત અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ અને  પ્રતિનિધિઓના પ્રવાસ દરમિયાન ઉપયોગ કરવા માટે લેવામાં નિર્ણય લેવામાં આવ્યો છે.

નવી ઇનોવા ગાડીના પાંચ મોડલની કિંમત 15.40 લાખથી લઈને 23.39 લાખ રૂપિયા છે. જેમાંથી 15.40 લાખ રૂપિયાનું base model ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઠરાવ પર ગુરુવારે મળનારી સ્થાયી સમિતિમાં નિર્ણય લેવામાં આવશે.

 

Published On - 2:51 pm, Wed, 7 July 21

Next Article