Surat : ઓફલાઈન ક્લાસમાં આવતા 3495 વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાયા, તમામના રિપોર્ટ નેગેટિવ

|

Jul 30, 2021 | 2:37 PM

સુરત માટે ખબર પોઝિટિવ એ આવી છે કે ઓફલાઈન વર્ગમાં આવતા વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે. જે તંત્ર માટે રાહતની વાત છે.

Surat : ઓફલાઈન ક્લાસમાં આવતા 3495 વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાયા, તમામના રિપોર્ટ નેગેટિવ
Corona Test of Students

Follow us on

સુરત શહેરમાં કોરોનાના (Corona) કેસોની સંખ્યા ઘટતા તંત્રને મોટી રાહત થઇ છે. રાજ્યભરમાં પણ કોરોના કેસોની સંખ્યા ઘટી જતા સરકાર દ્વારા પહેલા ધોરણ 12ના અને તે પછી ધોરણ 9 થી 11ના ઓફલાઈન ક્લાસીસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે કોરોનની ગાઇડલાઇન પ્રમાણે રાબેતા મુજબ પ્રત્યક્ષ શિક્ષણના (Offline Classes) વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે.

જોકે ત્રીજી લહેરની સંભાવના વચ્ચે શાળાઓમાં અભ્યાસ માટે આવતા બાળકોના ટેસ્ટિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે. સુરત મહાનગર પાલિકા દ્વારા શાળાઓમાં બાળકોના કોરોનાના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 57 શાળાઓમાં છેલ્લા બે દિવસમાં 3495 બાળકોના (Students) રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે તમામનો કોરોના રિપોર્ટ નેગેટિવ (Negative Report) આવ્યો છે. જેના લીધે તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે.

આ ઉપરાંત શહેરીજનોની કોરોનાની બે તબક્કા બાદ એન્ટીબોડીની ચકાસણી માટે રાજ્ય સરકારની સૂચના હેઠળ મહાનગર પાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં સ્ત્રી-પુરુષો અને બાળકો સહીત 1800 સેમ્પલો લઈને સીરો સર્વેની કામગીરી છેલ્લા બે દિવસથી કરવામાં આવી રહી છે. મહાનગર પાલિકાની ટીમ દ્વારા લેવામાં આવેલ બ્લડ સેમ્પલને આધારે વિવિધ અર્બન હેલ્થ સેન્ટરમાં વિસ્તારોમાં કઈ કેટેગરીના વ્યક્તિઓમાં કેટલા ટકા એન્ટીબોડી ડેવલપ થાય છે તે રિપોર્ટ પછી નક્કી કરાશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સ્મીમેર ખાતે જ બ્લડ સેમ્પલનું ટેસ્ટિંગ કરીને રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવશે. સેમ્પલિંગના આધારે શહેરમાં કેટલા ટકા લોકોમાં એન્ટીબોડી ડેવલપ થઈ છે તેનો કયાસ કાઢી શકાશે અને સંભવિત ત્રીજા તબક્કા સામેની તૈયારીમાં પણ આ સર્વેલન્સ રિપોર્ટ ઉપયોગી સાબીત થશે. આમ, ત્રીજા તબક્કા સામે લડવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાની સાથે ફરી કોરોના માથું ન ઊંચકે તે ઉપરાંત વેક્સિનેશનની કામગીરી દરમ્યાન લોકોમાં કેટલી એન્ટિબોડી બની છે તેનો પણ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

મોટી રાહતની વાત તો એ પણ કહી શકાય કે ત્રીજી લહેરની સંભાવના વચ્ચે જયારે ઓફલાઈન વર્ગોમાં બાળકોના કોરોના રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં હવે ધોરણ 5થી ધોરણ 8ના વર્ગો પણ ઓફલાઈન શરૂ કરવા કે કેમ તેના પર વિચારણા કરી શકાય છે.

આ પણ વાંચો :

Surat : તક્ષશિલા અગ્નિકાંડ બાદ તંત્રની આંખ ઉઘડી, નવા 13 ફાયર સ્ટેશન ઉભા કરાશે

Next Article