Surat : શહેરના ડિંડોલી વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે સાકાર કરવામાં આવેલા ફ્લાવર ગાર્ડન (Flower Garden)જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવે તે પહેલાં જ અસામાજીક તત્વોના (Antisocial elements) દૂષણની ફરિયાદો ઉઠવા પામી છે. આ સંદર્ભે સ્થાનિક કોર્પોરેટર સુધાકર ચૌધરી દ્વારા હાલમાં જ ફ્લાવર ગાર્ડનમાં છાશવારે થતી ચોરીઓ સંદર્ભે સંબંધિત વિભાગના અધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી.
શહેરના લિંબાયત ઝોન વિસ્તારમાં ડિંડોલી ખાતે ટીપી 69માં અંદાજે 14 કરોડ રૂપિયાના ખર્ચે ફ્લાવર ગાર્ડન બનાવવામાં આવ્યું છે. જેનું સંભવતઃ આગામી સપ્તાહમાં ઉદ્ઘઘાટન કરવામાં આવનાર છે.
જોકે, આ દરમ્યાન સ્થાનિક કોર્પોરેટર સુધાર ચૌધરી દ્વારા ગાર્ડનનું ઉદ્ઘઘાટન થાય તે પહેલાં જ ચોરી થતી હોવાની જાણકારી મળવા પામી હતી. જેને પગલે તેઓએ ગાર્ડનની મુલાકાત લીધા બાદ ચોરીની ઘટનાઓને રોકવા માટે રાની અંબિકા સોસાયટી તરફના ભાગે ગાર્ડનની દિવાલ ઉંચી કરવા સાથે તાર ફેન્સીંગ કરવા સંદર્ભે રજુઆત કરવામાં આવી હતી. આ સંદર્ભે કોર્પોરેટર સુધાકર ચૌધરીએ જણાવ્યું હતું કે, કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ફ્લાવર ગાર્ડનનું ઉદ્ઘાટન થાય તે પૂર્વે જ ચોરીની ફરિયાદો ઉઠવા પામી હતી.
સ્થાનિકો દ્વારા આ અંગે ધ્યાન દોરવામાં આવતાં તેઓએ ગાર્ડનની મુલાકાત લીધી હતી. અને આ દરમ્યાન ગાર્ડનના રાની અંબિકા સોસાયટી તરફના ભાગે દિવાલની ઉંચાઈ ઓછી હોવાને કારણે ચોર ઈસમોને ચોરી કરવામાં મોકળું મેદાન મળી રહ્યું છે. જેને પગલે હાલમાં જ સંબંધિત વિભાગના અધિકારીઓને ગાર્ડનમાં અંબિકા સોસાયટી તરફના ભાગે હયાત દિવાલને ઉંચી કરવા સાથે તાર – ફેન્સીંગ કરવા રજુઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો : Surat : સિવિલ હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સ વચ્ચે ધંધાની લડાઈમાં ડ્રાઈવરનું મોત, પોલીસે આરોપીઓની કરી ધરપકડ
આ પણ વાંચો : Surat : સુમુલ દ્વારા દૂધની થેલી પર કૃષ્ણનો ફોટો મુકતા વિવાદ , સુમુલે લોગો બદલવાની આપી ખાતરી