સુરત (Surat)ના ગોડાદરા વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે, જેમાં મંદિર (Temple) તોડીને બિલ્ડર (Builder) જ શિવલિંગ લઈ ગયો હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે શિવલિંગની ચોરી (Theft of Shivling)બાબતે મામલો ગરમાતા તપાસ તેજ કરી છે.
સુરત શહેરમાંથી શિવલિંગની ચોરીનો મામલો પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ સત્ય છે. એટલું જ નહીં મંદિર તોડીને શિવલિંગની ચોરી કરનાર બિલ્ડર સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. શિવલિંગ ચોરીનો આ બનાવ સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીનો છે. સોસાયટીના રહીશોએ અહીં સોસાયટીના કોમન પ્લોટમાં ભગવાન શિવના મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું. પરંતુ સોસાયટી બનાવનાર બિલ્ડરોએ મંદિરનો વિરોધ કરતાં બિલ્ડરો અને તેમના માણસોએ રાત્રિના અંધારામાં આવીને મંદિરની દિવાલો તોડી , મંદિરમાંથી શિવલિંગ પણ ચોરી લઇ ગંયા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
બીજે દિવસે સવારે જ્યારે લોકોને બિલ્ડર અને તેના લોકો દ્વારા મંદિર તોડી તેમાંથી શિવલિંગની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યુ ત્યારે લોકો પોતાના ઘરોમાંથી બહાર આવી ગયા હતા. અને વિરોધ નોંધાવ્યો હતો. મંદિર તોડવાના વિરોધમાં સમાજના લોકો વિરોધ કરી રહ્યા હોવાની માહિતી પોલીસને મળતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસ અધિકારીઓની સમજાવટ બાદ પણ લોકો સમાધિ માટે તૈયાર નહોતા.
સ્થાનિકોના વિરોધ દરમિયાન અનેક હિન્દુ સંગઠનોના કાર્યકરો પણ નીલકંઠ સોસાયટીમાં પહોંચી ગયા હતા. અને સ્થાનિકોના વિરોધમાં જોડાઇ ગયા હતા. મામલાએ વધુ જોર પકડતા ગોડાદરા પોલીસ મથકે બિલ્ડર અને તેના સાગરિતો સામે ગુનો નોંધાયો હતો. પોલીસ ફરિયાદમાં મંદિર તોડી શિવલીંગની ચોરી કરવા અંગેનો આરોપ લગાવવામાં આવ્યો છે.
જ્યારે કોઈ પણ બિલ્ડર કોઈપણ સોસાયટીમાં મકાનોનું બાંધકામ કરે છે, ત્યારે તે સોસાયટીના ઉપયોગ માટે એક કોમન પ્લોટ છોડે છે, જેમાં સોસાયટીના રહેવાસીઓ જાહેરમાં ઈવેન્ટનું આયોજન કરી શકે છે. આ સોસાયટીમાં પણ આવો જ કોમન પ્લોટ હતો, પરંતુ થયેલા આક્ષેપ મુજબ કોમન પ્લોટ પર બિલ્ડરની નિયત બગડી અને તેઓ મંદિર તોડીને શિવલિંગ લઈ ગયા, હવે આ જગ્યાએ માત્ર નંદીની પ્રતિમા જ જોવા મળે છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-