વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના(VNSGU) કુલપતિ કિશોર ચાવડાએ ગર્લ્સ હોસ્ટેલની બહાર સાંજના સમયે જ એકાંતની પળો માણતા પ્રેમી પંખીડાઓને(couples ) હટાવવા માટે પોલીસ કમિશનર (Police Commissioner )અજય તોમર પાસે મદદ માંગી છે. કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા આવા પ્રેમી પંખીડાઓ સામે તાત્કાલિક કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ ઉપરાંત ગર્લ્સ હોસ્ટેલની બહાર સર્વિસ રોડ પર યુનિવર્સીટી પોતાના ખર્ચે જ લાઈટ અને સીસીટીવી કેમેરા પણ લગાવશે. ગર્લ્સ હોસ્ટેલની બહાર સાંજ પડતા જ પ્રેમી જોડાઓ દેખાવા લાગે છે. કેટલાક લોકો અશ્લીલ હરકતો કરતા પણ નજરે ચડે છે. અસામાજિક તત્વો પણ અહીં અડિંગો જમાવીને બેસી રહે છે તેના કારણે ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને બહાર નીકળવું પણ મુશ્કેલ થઇ જાય છે. જેમને હટાવવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવશે.
છેલ્લા ચાર વર્ષથી કરવામાં આવી ફરિયાદ :
યુનિવર્સીટી માં કુલપતિ નિવાસની બાજુમાં બનેલી ગર્લ્સ હોસ્ટેલમાં 500 કરતા વધારે વિદ્યાર્થીનીઓ રહે છે. હોસ્ટેલની સામે સાંજે 7 વાગ્યા પછી અંધારું થતા જ પ્રેમી પંખીડાઓ ક્ષોભજનક હાલતમાં જોવા મળે છે. છેલ્લા ચાર વર્ષથી હોસ્ટેલના વોર્ડન અને વિદ્યાર્થીઓએ અધિકારીઓને આ બાબતે ઘણીવાર ફરિયાદ કરી હતી. હવે કુલપતિ કિશોર ચાવડાએ આ મામલાને ગંભીરતાથી લીધું છે. તેમને પોલીસ કમિશનર અજય તોમરને ફરિયાદ કરીને આ ન્યુસન્સ હટાવવા માટે માંગણી કરી છે. અજય તોમરે પણ અહીં પેટ્રોલિંગ વધારવાની ખાતરી આપી છે.
15 જગ્યા પર લાઈટ લગાવવામાં આવી, હજી વધારે લાઈટો લગાવવામાં આવશે :
ગલ્ર્સ હોસ્ટેલની સામેના સર્વિસ રોડ પર ખુબ અંધારું હોય છે. જેના માટે મહાનગરપાલિકાને ઘણીવાર લાઈટની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી હતી. પરંતુ હજી સુધી તે અંગે કોઈ રજુઆત સાંભળવામાં આવી નથી. હવે યુનિવર્સીટીએ 15 જગ્યાએ લાઈટ લગાવી દીધી છે. અને હજી બીજી લાઈટો પણ લગાવશે. સર્વિસ રોડ પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે. જેનાથી અસામાજિક તત્વોને રોકવામાં મદદ મળશે. અસામાજિક તત્વો અહીં યુવતીઓની છેડતી અને પર્સ સ્નેચિંગ પણ કરી ચુક્યા છે.
કુલપતિના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીનીઓની જવાબદારી યુનિવર્સીટીની છે. જેના માટે અસામાજિક તત્વોની મનમાની હવે ચલાવવામાં નહીં આવે. યુનિવર્સીટી આ મામલે ખુબ ગંભીર છે અને વિદ્યાર્થીનીઓએ હવે આ મામલે ડરવાની જરૂર બિલકુલ નથી.
આ પણ વાંચો: નિરાધાર શિવાંશને હવે કોને સોંપવામાં આવશે? જાણો શું કહ્યું ગુહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ
આ પણ વાંચો: રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે કહ્યું, “હર્ષ સંઘવી અમારા આઇકોનિક સ્ટાર છે”