Surat : ગોડાદરા વિસ્તારમાં પરિણીતા પર ત્રાસ ગુજારી આત્મ હત્યાનો પ્રયાસ કરનાર યુવકની ધરપકડ

|

Apr 26, 2022 | 6:06 PM

સુરતમાં(Surat) યુવકે પરિણીતા સ્યુસાઇડ નોટ આંચકીને દુર્ગેશે પોતાની બેગમાંથી દવા અને સોડાની બોટલ કાઢી બે ગ્લાસ ભરી ભાગ્યલક્ષ્મીનું ગળું દબાવી પીવડાવી હતી અને પોતે પણ પીધી હતી. બંને સાંજના સમયે ઘરમાંથી અર્ધબેભાન મળતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા

Surat : ગોડાદરા વિસ્તારમાં પરિણીતા પર ત્રાસ ગુજારી આત્મ હત્યાનો પ્રયાસ કરનાર યુવકની ધરપકડ
Surat Accused In Woman Torture Case

Follow us on

સુરતના(Surat) ગોડાદરા વિસ્તારમાં પતિ સાથે એકલી રહેતી યુવાન પરિણીતા(Woman)  પાસે એકતરફી પ્રેમમાં પાગલ યુવાને સ્યુસાઇડ (Suiside) નોટ લખાવડાવી તેને બળજબરીથી દવા પીવડાવતા ગર્ભપાત થઈ ગયો હતો. યુવાને બાદમાં જાતે પણ દવા પી લેતા બંનેને અર્ધબેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.ગોડાદર પોલીસે દવા પીવડાનાર યુવકની ધરપકડ પણ કરી છે.જેમાં માહીતી પ્રમાણે મૂળ તેલંગણાની વતની અને સુરતમાં બે વર્ષ અગાઉ માતાપિતા પાસે ગોડાદરા પરવત ગામ બજરંગનગર પ્લોટ નં.1 માં રહેવા આવેલી ભાગ્યલક્ષ્મી ના લગ્ન જુલાઈ 2020 માં જોળવામાં એક ખાનગી કંપનીમાં ઈઆરપી મેનેજર તરીકે નોકરી કરતા અજય અશોકભાઈ બાંસાણે સાથે થયા હતા.

જેમાં શરૂઆતમાં સંયુક્ત કુટુંબમાં તેઓ રહ્યા હતા અને બાદમાં ગોડાદરા ગંગોત્રીનગર મકાન નં.133 ના પહેલા માળે ભાડાના મકાનમાં એકલા રહેવા માંડયા હતા.ભાગ્યલક્ષ્મીએ કોલેજના પહેલા વર્ષ સુધી વતનમાં અભ્યાસ કર્યો હતો ત્યારે તેની બાજુના ગામ કલ્લડાં ખાતે રહેતા દુર્ગેશ યાકૈયા બોનાગિરી સાથે ગાઢ મિત્રતા હતી.

ધમકી આપતા ભાગ્યલક્ષ્મીએ સ્યુસાઈડ નોટ લખી હતી

દરમિયાન, ગત પાંચમીના રોજ ભાગ્યલક્ષ્મી ઘરે એકલી હતી ત્યારે બપોરના સમયે દુર્ગેશ વતનથી તેના ઘરે આવ્યો હતો. તે સમયે દોઢ માસની ગર્ભવતી ભાગ્યલક્ષ્મીને દુર્ગેશે હું તને પ્રેમ કરું છું કહેતા ભાગ્યલક્ષ્મીએ આમ કેમ કહે છે પૂછતાં દુર્ગેશે તું એક તારા હાથથી સ્યુસાઇડ નોટ લખ નહીં તો મારા ગામમાં ઘણા માણસો છે, જે મારા કહેવાથી તારા ભાઈને મારી નાંખશે તેવી ધમકી આપતા ભાગ્યલક્ષ્મીએ સ્યુસાઈડ નોટ લખી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સ્યુસાઇડ નોટ આંચકીને દુર્ગેશે પોતાની બેગમાંથી દવા અને સોડાની બોટલ કાઢી બે ગ્લાસ ભરી ભાગ્યલક્ષ્મીનું ગળું દબાવી પીવડાવી હતી અને પોતે પણ પીધી હતી. બંને સાંજના સમયે ઘરમાંથી અર્ધબેભાન મળતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.ઝેરી દવાને લીધે ભાગ્યલક્ષ્મીને ગર્ભપાત થઈ ગયો હતો.ભાગ્યલક્ષ્મીને ગતરોજ હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ તેણે દુર્ગેશ વિરુદ્ધ ગોડાદરા પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસ, ગર્ભસ્થ બાળકનું મોત નીપજાવવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુર્ગેશને આજરોજ રજા મળતા તેની અટકાયત કરી હતી.વધુ તપાસ પીઆઈ એ.ડી.ગામીત કરી રહ્યા છે.

આ પણ વાંચો : PM Kisan eKYC: ખેડૂતો માટે રાહતના સમાચાર, ફરીથી ઘરે બેઠા મોબાઈલથી કરી શકાશે eKYC

આ પણ વાંચો : હાર્દિક પટેલે રાજકારણ છોડી દેવુ જોઈએઃ ટીવી9 ડિજિટલના સર્વેમાં ખુલાસો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article