Surat: સાજા થયા બાદ ડોક્ટરે આપી હર્ષના આંસુ સાથે દર્દીને વિદાય, ડોક્ટરે પગે લાગી આશીર્વાદ લીધા

|

May 15, 2021 | 3:23 PM

Surat: કોરોનામાં લાંબો સમયથી આઇસોલેશન સેન્ટર હોય કે હોસ્પિટલ, દર્દીઓ અને ડૉક્ટર્સ વચ્ચે એક લાગણીનો સંબંધ બંધાઈ જાય છે. આ મહામારી સામે લડવા જ્યારે ડોક્ટરો પણ દર્દીઓની સેવામાં દિવસ રાત એક કરી રહ્યા છે.

Surat: સાજા થયા બાદ ડોક્ટરે આપી હર્ષના આંસુ સાથે દર્દીને વિદાય, ડોક્ટરે પગે લાગી આશીર્વાદ લીધા
કોરોના દર્દી

Follow us on

Surat: કોરોનામાં લાંબો સમયથી આઇસોલેશન સેન્ટર હોય કે હોસ્પિટલ, દર્દીઓ અને ડૉક્ટર્સ વચ્ચે એક લાગણીનો સંબંધ બંધાઈ જાય છે. આ મહામારી સામે લડવા જ્યારે ડોક્ટરો પણ દર્દીઓની સેવામાં દિવસ રાત એક કરી રહ્યા છે. ત્યારે બીમાર દર્દીઓ પણ જ્યારે સાજા થઈને ઘરે પરત ફરી રહ્યા હોય ત્યારે ડૉક્ટર્સ માટે તેમને એક કૃતજ્ઞતાનો ભાવ પેદા થાય છે.

આવું જ કંઈ જોવા મળ્યું હતું એક આઇસોલેશન સેન્ટરમાં. જ્યાં કોરોનાની સારવાર બાદ સાજા થઈને ઘરે પરત ફરી રહેલા દર્દી અને ડોકટર વચ્ચે એક અનોખા સંબંધની સાક્ષી પૂરતો વિડીયો સામે આવ્યો હતો.

લતાબેન હડિયા નામના આ દર્દી આઇસોલેશન સેન્ટરમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. ત્યારે કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા અને ઓક્સિજન લેવલ યોગ્ય રીતે જળવાતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ત્યારે ડોકટર ટીમ દ્વારા તેમને એક છોડ પણ આપવામાં આવ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ સમયે ઘરે જતી વખતે વૃદ્ધ મહિલા દર્દી પોતાની આંખમાંથી આંસુ રોકી શકી ન હતી. તેમણે હાજર ડોકટરનો આભાર માન્યો હતો. તેમને વિદાય આપતી વખતે ડો.પૂજા સહાની પણ લાગણીસભર થઈ ગયા હતા. તેમણે પણ દર્દીના પગે લાગીને વિદાય આપી હતી અને આશીર્વાદ લીધા હતા.

સુરતના સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે. અને લોકો તબીબ અને દર્દીના આ અનોખા સંબંધની સાક્ષી પુરતા વિડીયોને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.

Next Article