Surat : દારૂબંધી માટે કડક કાર્યવાહીની વાતો વચ્ચે શહેર ભાજપના બે હોદ્દેદારોનો દારૂ પીતો વિડીયો વાયરલ

|

Jul 30, 2022 | 11:50 AM

ગુજરાતમાં એક બાજુ લઠ્ઠા કાંડનો વિવાદ (Controversy )ચાલી રહ્યો છે. ત્યારે લઠ્ઠાકાંડને લઈને ગુજરાત ભરમાં વિવાદની વચ્ચે સુરતના ભાજપના બે હોદ્દેદારોનો દારૂ પીતો વિડીયો વાયરલ થયો છે

Surat : દારૂબંધી માટે કડક કાર્યવાહીની વાતો વચ્ચે શહેર ભાજપના બે હોદ્દેદારોનો દારૂ પીતો વિડીયો વાયરલ

Follow us on

લઠ્ઠા કાંડ (Hooch Tragedy ) વચ્ચે સુરતના ભાજપના(BJP)  બે હોદ્દેદારોનો દારૂ પીતો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral ) થયો છે.  પુણા વિસ્તારના વોર્ડ પ્રમુખ અને બક્ષીપંચના મહામંત્રીનો વિડીયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે. હવે ગુજરાત ભાજપ સંગઠન દ્વારા આ વીડિયોને લઈને એક્શન લેવામાં આવે છે  કે ભાજપના કાર્યકર્તાઓને અથવા હોદ્દેદારોને શું સૂચના આપવામાં આવે છે તે જોવું રહ્યું.

શું હોદ્દેદારો સામે લેવાશે કોઈ પગલાં ?

ગુજરાતમાં એક બાજુ લઠ્ઠા કાંડનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે લઠ્ઠાકાંડને લઈને ગુજરાત ભરમાં વિવાદની વચ્ચે સુરતના ભાજપના બે હોદ્દેદારોનો દારૂ પીતો વિડીયો વાયરલ થયો છે. જોકે આ વિડીયો સુરતના પુણા વિસ્તારના ભાજપના હોદ્દેદારોનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હવે આ વીડિયોને લઈને ભાજપ પોતાના હોદ્દેદારો પર કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.

શહેર ભાજપ પ્રમુખનો સંપર્ક થઇ શક્યો નથી :

સુરત શહેર ભાજપ સંગઠન ઉપર અનેક સવાલો ઊભા થવા લાગ્યા છે કારણકે એક પછી એક જે વિવાદો સામે આવતા હોય છે ત્યાં ભાજપના હોદ્દેદારો દારૂની મહેફીલ માંગતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થયો છે. છતાં પણ સુરત ભાજપ સંગઠન દ્વારા આ બાબતે કોઈ ગંભીરતાથી લેવામાં આવી નથી. સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા દ્વારા આ બાબતે શું પગલાં લેવામાં આવશે તે એક મોટો સવાલ છે. આ મામલે TV9 એ શહેર ભાજપ પ્રમુખનો બે વખત ટેલિફોનિક સંપર્ક સાધવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પણ તેઓએ ફોનનો પ્રત્યુત્તર આપ્યો ન હતો.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

વીડિયોથી ભાજપ સંગઠનમાં ઉહાપોહ

ગુજરાતમાં જે પ્રકારે બોટાદમાં લઠ્ઠા કાંડ થયું છે આ લઠ્ઠાકાંડ બાદ ગુજરાતમાં દારૂને લઈને વિવાદ સર્જાયો છે. તેને લઈને સંવેદનશીલ ભાજપ સરકાર લઠ્ઠાકાંડને લઈને કાર્યવાહી કરી રહી છે. અને આ લઠ્ઠાકાંડના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી છે. ત્યારે ભાજપના સુરતના બે હોદ્દેદારોનો દારૂ પીતો વિડીયો વાયરલ થતાની સાથે ભાજપ છાવણીમાં ઓહાપોહ મચી જવા પામ્યો છે. સુરતના પુણા વિસ્તારમાં વોર્ડ નંબર 16 ના વર્ડ પ્રમુખ જયસુખ ઠુમ્મર સાથે વોર્ડ નંબર 16ના જ ભાજપના બક્ષીપંચ મૉર્ચાના મહામંત્રી શાંતિલાલ સુતરીયા દારૂની મહેફિલ માણતા કેમેરામાં કેદ થયા છે.

જોકે આ દારૂની મહેફિલમાં બે હોદ્દેદારો સાથે અન્ય બે વ્યક્તિ પણ સાથે હોવાનું અનુમાન છે. ત્યારે વિડીયો વાયરલ થતાની સાથે જ ભાજપની છાવણીમાં ચકચાર મચી જવા પામી છે. જોકે લઠ્ઠાકાંડને લઈને સુરતના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માગ વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવે છે. ત્યારે તેમના શહેરના અને તેમની પાર્ટીના હોદ્દેદારોની દારૂની મહેફિલ માણતા કેમેરામાં કેદ થયા છે. ત્યારે ગૃહ મંત્રી આવે આ બંને લોકો પર કયા પ્રકારની કાર્યવાહીના આદેશ આપે છે એને લઈને પણ ચર્ચા ઊભી થવા પામી છે.

Next Article