Surat: કોરોના દર્દીઓની સેવા કરી પરત ફરી રહેલા 3 યુવાનોના અકસ્માતમાં મોત થતા શોકનું મોજું

|

May 15, 2021 | 2:29 PM

સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી પરત ફરતા સુરતના 3 યુવાનની કારનો વડોદરા નજીક અકસ્માત નડ્યો છે. જેમાં ત્રણેય યુવાનના ઘટનાસ્થળે મોત થયા છે.

Surat: કોરોના દર્દીઓની સેવા કરી પરત ફરી રહેલા 3 યુવાનોના અકસ્માતમાં મોત થતા શોકનું મોજું
સુરત

Follow us on

Surat:  સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી પરત ફરતા સુરતના 3 યુવાનની કારનો વડોદરા નજીક અકસ્માત નડ્યો છે. જેમાં ત્રણેય યુવાનના ઘટનાસ્થળે મોત થયા છે. નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારચાલકને ઝોકું આવી જતાં કાર ડિવાઇડર કુદાવી રોંગ સાઇડમાં ટ્રક સાથે અથડાઈ હતી અને કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો.

વડોદરા શહેર બહાર પસાર થતા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં સુરતના ત્રણ યુવાનનાં સ્થળ પર મોત નીપજ્યાં હતા. કારચાલકને ઝોકું આવી જતાં ડ્રાઇવિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં કાર ડિવાઇડર કૂદીને રોંગ સાઇડમાં પહોંચી ગઇ હતી અને પસાર થતી ટ્રક સાથે ભટકાઇ હતી. અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણ યુવાનો સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત પરત આવી રહ્યા હતા.

મળેલી માહિતી પ્રમાણે, વહેલી સવારે સુરત ઓલપાડ રોડ ઉપર આવેલા પરા સુખ મંદિર રો-હાઉસમાં રહેતા અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી (ઉં.વ.36), સી-102, યોગીનગર સોસાયટી, સરથાણા-સુરત ખાતે રહેતા સંજયભાઇ ઉર્ફે ચંદુ હસમુખભાઇ ગોદાણી (ઉં.વ. 27) અને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાંભણિયા ગામ રહેતા રાજુભાઇ ગીરધરભાઇ ગોંડલિયા (ઉં.વ. 42) કારમાં સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત પર આવવા નીકળ્યા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દરમિયાન વડોદરા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે કાર ચાલકને ઝોકું આવી જતાં તેમણએ પોતાના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો. ચાલકે ડ્રાઇવિંગ પરથી કાબૂ ગુમાવતાં જ કાર રોડ વચ્ચેનું ડિવાઇડર કૂદી રોંગ સાઇડ પર લીલુડી ધરતી હોટલ પાસેના રોડ ઉપર આવી ગઇ હતી અને એ જ સમયે પૂરપાટ જઇ રહેલી ટ્રક સાથે ધડાકાભેર ભટકાઇ હતી. કાર ટ્રક સાથે ભટકાતાં જ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને એમાં સવાર ત્રણે યુવાનોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં.

આ સમાચાર આવતાની સાથે જ સમાજના લોકોમાં અને સેવા પરિવારમાં દુઃખની લાગણી ફેલાઇ ગઇ હતી. સેવા માટે ગયેલા 3 યુવાનોના મોતના સમાચાર સાંભળીને સુરતનું પી.પી.સવાણી ગ્રૂપ પણ આગળ આવ્યું છે અને ત્રણેય યુવાનોના બાળકોના ભણતરની જવાબદારી સ્વીકારી છે.

Next Article